Know who volition  triumph   the election?

લખનઉ: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની સાથે ઉત્તર પ્રદેશ વિધાનસભા પેટા ચૂંટણી માટે પણ મતદાન યોજાયું હતું. ઉત્તર પ્રદેશની નવ વિધાનસભા બેઠકો પર મતદાન યોજાયું હતું, જેમાં ગાઝિયાબાદ, મીરાપુર, કુંડારકી, ખેર, કરહાલ, સિસામાઉ, ફુલપુર, કટેહરી અને મંઝવા પર પેટાચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. આ મતદાનમાં સત્તાધારી ભાજપ અને વિપક્ષી સમાજવાદી પાર્ટીની શાખ દાવ પર છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ભાજપ તરફથી મોરચો સંભાળ્યો હતો, જ્યારે અખિલેશ યાદવે સપા તરફથી પ્રચાર મેદાનમાં હતા.

સાંજે 5 વાગ્યા સુધીનું મતદાન
ઉત્તર પ્રદેશ વિધાન સભા પેટા ચૂંટણીમાં સીસામઉ બેઠક પર 49.03 ટકા, મીરાપુર બેઠક પર 57.02 ટકા, મઝવાનમાં 50.41 ટકા, ખૈર બેઠક પર 46.35 ટકા, ફુલપુર બેઠક પર 43.43 ટકા, કુંદરકી બેઠક પર 57.32 ટકા, કરહલ બેઠક પર 53.92 ટકા, કટેહરી બેઠક પર 56.63 ટકા અને ગાઝિયાબાદ બેઠક પર 56.63 ટકા મતદાન થયું છે.

શું કહે છે એક્ઝિટ પોલ?
યુપી પેટાચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલ પણ આવવા લાગ્યા છે. એક્ઝિટ પોલ અનુસાર, ઉત્તર પ્રદેશની નવ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપને લીડ મળતી દેખાઈ રહી છે. ભાજપ નવમાંથી ચારથી છ બેઠકો જીતી શકે છે. જ્યારે સમાજવાદી પાર્ટીને ત્રણથી પાંચ બેઠકો મળતી જણાય છે. જોકે, બંને પક્ષોએ નવમાંથી નવ બેઠકો જીતવાનો દાવો કર્યો છે.

આ પણ વાંચો : Jharkhand Election: બીજા તબક્કામાં 67 ટકાથી વધુ મતદાનઃ એક્ઝિટ પોલ શું કહે છે?

કોણ મારશે બાજી?
મઝવાન વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સુચિસ્મિતા મૌર્ય બાજી મારે તેવું મમાનવામાં આવી રહ્યું છે. અહીં પણ એક્ઝિટ પોલમાં સપા અને બસપાની હાર જોવા મળી છે. એક્ઝિટ પોલ કુંદરકી વિધાનસભા બેઠક પર સપાના હાજી રિઝવાનની જીત જણાવી રહ્યા છે. આ સિવાય કરહલ બેઠક પર માત્ર સમાજવાદી પાર્ટી જ મેદાન મારતી હોવાનું ચિત્ર એક્ઝિટ પોલમાં બન્યું છે. જો એક્ઝિટ પોલનું માનીએ તો સપાના ઉમેદવાર તેજ પ્રતાપ યાદવની જીત નિશ્ચિત માનવામાં આવે છે અને ભાજપના ઉમેદવાર અનુજેશ યાદવને હારનો સામનો કરવો પડી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને