સંભાલ: ઉત્તર પ્રદેશના સંભલ શહેરમાં ગઈ કાલે શરુ થયેલી અથડામણોને કારણે જીલ્લામાં માહોલ તંગ (Violence successful Sambhal) છે, કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંભલમાં 1 ડિસેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. આદેશ મુજબ જિલ્લામાં બહારના લોકો, સામાજિક સંસ્થાઓ અને જનપ્રતિનિધિઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રશાસને અતિસંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે.
આરોપીઓ પાસથી હથિયાર મળી આવ્યા:
મળતી માહિતી મુજબ હિંસા અને પથ્થરમારા બાદ અટકાયતમાં લેવાયેલા લોકોના ઘરોમાંથી હથિયારો મળી આવ્યા છે. આરોપીઓ સામે NSA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
Also read: શિયાળુ સત્રથી સંસદને ગજવશે પ્રિયંકા; પ્રિયંકાની એન્ટ્રી કોંગ્રેસને કેટલી લાભકારક?
શાળાઓ બંધ:
હિંસામાં ચાર યુવકોના મોત થયા છે અને પથ્થરમારાની ઘટનામાં 20 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે અને તમામ શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. બે મહિલાઓ સહિત 21 લોકોની અટકાયત કરવામાં આવી છે. સીસીટીવી દ્વારા આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે.
Also read: મસ્જિદ સર્વેક્ષણને લઈને સંભલમાં હિંસા: આગચંપી, પથ્થરમારો અને ગોળીબારમાં ત્રણના મોત…
આ રીતે થઇ હિંસા:
સર્વે ટીમ સંભલની શાહી જામા મસ્જિદમાં પહોંચતા જ લોકોએ પથ્થરમારો શરુ કર્યો હતો, ત્યાર બાદ વાહનોમાં આગચંપી કરવામાં આવી છે અને ફાયરિંગ શરૂ થયું હતું. હિંસા ત્યારે શરૂ થઈ જ્યારે સંભલની શેરીઓમાંથી પસાર થઈ રહેલી પોલીસ ટીમ પર અચાનક પથ્થરમારો શરૂ થયો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો અને વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે લોકોએ ગલીમાં ફસાયેલા પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને