Uproar successful  JPC gathering  for Waqf research IMAGE BY PARAGATRIVEDI

નવી દિલ્હી: વકફ સંશોધન બિલ અંગે આજે યોજાયેલી સંસદીય સમિતિની બેઠકમાં ભારે હોબાળો મચ્યો હતો. વિપક્ષી પાર્ટીના સભ્યોનો આક્ષેપ છે કે તેમને ડ્રાફ્ટ કાયદામાં પ્રસ્તાવિત ફેરફારોનો અભ્યાસ કરવા માટે પૂરતો સમય આપવામાં આવી રહ્યો નથી. ભાજપના સભ્ય જગદંબિકા પાલના અધ્યક્ષતામાં વકફ સુધારા બિલ પર બેઠકમાં એટલો બધો હોબાળો થયો કે વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

કોને કોને સસ્પેન્ડ કરવામાં આવ્યા?

વકફ સુધારા બિલ 2024 પર સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં થયેલા હોબાળાને પગલે તમામ 10 વિપક્ષી સાંસદોને દિવસભર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરવામાં આવેલા સભ્યોમાં કલ્યાણ બેનર્જી, મોહમ્મદ જાવેદ, એ. રાજા, અસદુદ્દીન ઓવૈસી, નસીર હુસૈન, મોહિબુલ્લાહ, મોહમ્મદ અબ્દુલ્લા, અરવિંદ સાવંત, નદીમ-ઉલ હક, ઇમરાન મસૂદનો સમાવેશ થાય છે.

આપણ વાંચો: Parliament Session : સંસદના શિયાળુ સત્રમાં આટલા બિલ રજુ કરાશે, વકફ સંશોધન બિલ પર હંગામાની શકયતા

કઈ રીતે શરૂ થયો હોબાળો?

કાશ્મીરના ધાર્મિક વડા મીરવાઇઝ ઉમર ફારૂકને બોલાવતા પહેલા, સમિતિના સભ્યોએ એકબીજા સાથે ચર્ચા શરૂ કરી દીધી હતી. આ દરમિયાન હોબાળાની શરૂઆત થઈ ગઈ હતી. વિપક્ષી નેતાઓએ દાવો કર્યો હતો કે ભાજપ દિલ્હીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વક્ફ સુધારા બિલ પરના અહેવાલને વહેલી તકે સ્વીકારવા માટે આગ્રહ રાખી રહી છે.

JPC બેઠકમાં બંને પક્ષો વચ્ચે હોબાળો એટલો વધી ગયો કે માર્શલને બોલાવવા પડ્યા હતા. આ દરમિયાન,સાંસદો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.

આપણ વાંચો: વકફ સંશોધન બિલની JPCમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઓવૈસી વચ્ચે ઉગ્ર બોલાચાલી

નિશિકાંત દુબેએ કર્યો હતો સસ્પેન્ડ પ્રસ્તાવ

ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબેએ વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સમિતિ દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ભાજપના સાંસદ અપરાજિતા સારંગીએ દાવો કર્યો હતો કે વિપક્ષી સભ્યોનું વર્તન શરમજનક હતું કારણ કે તેઓ સતત હોબાળો મચાવી રહ્યા હતા અને બેઠક દરમિયાન બિનસંસદીય ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને