Washington Plane clang  19 bodies recovered  successful  Potomac River, aerial  postulation   controller Audio

વોશીંગ્ટન: યુએસના પાટનગર વોશિંગ્ટન ડીસીના રીગન ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે અમેરિકન એરલાઈન્સનું એક પેસેન્જર એરક્રાફ્ટ યુએસ મિલિટરી બ્લેક હોક હેલિકોપ્ટર સાથે અથડાતા મોટી દુર્ઘટના ઘટી (Washington Plane crash) હતી, પ્લેનમાં 64 લોકો સવાર હતાં. મેટ્રોપોલિટન પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 19 લોકોએ જીવ ગુમાવ્યા છે, પોટોમેક નદીમાં બચાવ કામગીરી ચાલી રહી છે.

કઠોર પરિસ્થિતિ વચ્ચે બચાવ કામગીરી:
અંધારા, કડકડતી ઠંડી અને ભારે પવન વચ્ચે પોટોમેક નદીમાં લગભગ 300 કર્મચારીઓ પોટોમેક નદીમાં બચાવ કામગીરી કરી રહ્યા છે. વોશિંગ્ટન, ડીસીના મેયર મુરિયલ બોઝરે જણાવ્યું હતું કે, “અમારું ફાયર વિભાગ, મેટ્રોપોલિટન પ્રદેશના ફાયર વિભાગો અને પોલીસ વિભાગોના કર્મચારીઓ પોટોમેક નદીમાં બચાવ કામગીરી ચલાવી રહ્યા છે. તેઓ અંધારા, ભારે પવન અને ઠંડા પાણીમાં હિમ્મતપૂર્વક બચાવ કામગીરીને કરી રહ્યા છે.”

આ પણ વાંચો: Washington DC Airplane Crash અંગે ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન; પોટોમેક નદી પાસે ખાબક્યું પ્લેન

એર ટ્રાફિક કંટ્રોલરની ચેતવણી:
એર ટ્રાફિક કંટ્રોલના ઓડિયોમાં ખુલાસો થયો છે કે અથડામણ પહેલા એરક્રાફ્ટને રીગન નેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ હેલિકોપ્ટરના પાઈલોટે ચેતવણીઓનો જવાબ આપ્યો ન હતો.

X પર એક ઓડિયો ક્લિપ શેર કરવામાં આવી છે, જેમાં રીગન નેશનલ એરપોર્ટના એક અધિકારીએ પ્લેનને રનવે 33 પર લેન્ડ કરવા ક્લિયરન્સ આપ્યું જોવાનું સંભળાય છે.

ઓડિયો ક્લિપ સાંભળીને સ્પષ્ટ થાય છે કે વિમાનના પાઇલટને બ્લેક હોક હેલિકોપ્ટર દેખાયું હતું. મીડિયા રીપોર્ટમાં જણાવ્યા અનુસાર, ક્રેશ થયાના 30 સેકન્ડ પહેલા એક એર ટ્રાફિક કંટ્રોલરે હેલિકોપ્ટર પાઇલટને પૂછ્યું હતું કે શું તમને વિમાન દેખાય છે?

કંટ્રોલરે પૂછ્યું “PAT25, શું તમને DRJ દેખાય છે?” જેનો કોઈ જવાબ ના મળ્યો અને હેલિકોપ્ટર પ્લેન સાથે અથડાયું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને