200 and 500 rupee notes were blown up   by climbing connected  a JCB, 20 lakh rupees flew into the air Credit : NDTV

Viral News: દેશમાં હાલ લગ્નની મોસમ ચાલી રહી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લાના દેવલહવા ગામના લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. લગ્નમાં ખૂબ રૂપિયા ઉડાડવામાં આવ્યા હતા. દેવલહવા ગામમાં અફઝલ અને અરમાન નામના બે ભાઈઓના લગ્ન ધામધૂમથી કરવામા આવ્યા હતા. લગ્ન સમયે નોટોનો વરસાદ થયો હતો. જેને જોઈ બધા દંગ રહી ગયા હતા. જેસીબી પર ચઢીને પરિવારજનો દ્વારા લાખો રૂપિયા ઉડાડવામાં આવ્યા હતા. નોટોના વરસાદનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ પણ વાંચો : ઝારખંડ-મહારાષ્ટ્રના મતદાન વચ્ચે કોંગ્રેસે લીધો મોટો નિર્ણયઃ એક્ઝિટ પોલની ચર્ચામાં ભાગ નહીં લે…

શું છે મામલો

સિદ્ધાર્થનગરના દેવલહવા ગામના અફઝાલ અને અરમાન નામના યુવકના વરઘોડામાં પરિવારજનોએ ખુશીમાં 20 લાખથી વધારે રૂપિયા ઉડાડ્યા હતા. અનોખા અંદાજમાં નોટોનો વરસાદ કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વરઘોડા દરમિયાન યુવકના પરિવારજનો છત અને જેસીબી પર ચઢી ગયા હતા. જ્યાંથી તેમણે 100, 200 અને 500 રૂપિયાની નોટના બંડલો હવામાં ઉછાળ્યા હતા. આ જોઈને ત્યાં હાજર રહેલા લોકોએ રૂપિયા લૂંટવા પડાપડી કરી હતી. આ લગ્ન ગામ અને જિલ્લામાં અલગ જ ઓળખ બનાવી હતી.

લોકો શું કહી રહ્યા છે

લોકો આ લગ્ન અને વાયરલ વીડિયોને લઈ અલગ અલગ પ્રક્રિયા આપી રહ્યા છે. કેટલાક તેને રૂપિયાનો વેડફાટ માની રહ્યા છે તો કેટલાક લગ્નની અનોખી રીત બતાવી રહ્યા છે. જ્યારે અમુક લોકતો ખુલ્લેઆમ પૈસા ઉડાડવાને દેખાવો કહી રહ્યા છે.

આ પણ વાંચો : સપાની ફરિયાદ પર ચૂંટણી પંચે કરી મોટી કાર્યવાહી, UPમાં 7 પોલીસકર્મી સસ્પેન્ડ

તંત્રની નજર

લગ્નનો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર પણ આ મામલે નજર રાખી રહ્યું છે. આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા અને આવકનો સ્ત્રોત શું હતો તેની તપાસ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને