વાયનાડ લોકસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઇ રહ્યું છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ લડી મેળવી લીધી છે. પ્રિયંકા ગાંધીની આ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. પ્રિયંકા ગાંધી અત્યારે 24,000 વોટથી આગળ છે.
પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ તેમના ફેસબુક હેન્ડલ પર પોસ્ટ કર્યું, “પ્રિયંકાને માટે સકારાત્મક પરિણામોની અપેક્ષા છે અને આશા છે કે વાયનાડના લોકોએ તેમને સંસદમાં તેમના પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા કર્યા છે.”
Also read: UP by predetermination result: ઉત્તર પ્રદેશમાં પણ ભાજપની આગે કુછ, એટલી બેઠકો પર આગળ
વાયનાડમાં પ્રિયંકા સહિત 16 ઉમેદવારો મેદાને છે. કમ્યુનિસ્ટ પાર્ટી માર્ક્સવાદી (CPM) ની આગેવાની હેઠળના ડાબેરી લોકશાહી મોરચાના ઉમેદવાર સત્યન મોકેરી અને ભારતીય જનતા પાર્ટી (BJP) ની આગેવાની હેઠળના NDA ના ઉમેદવાર નવ્યા હરિદાસ મદાને છે.
આ વખતે વાયનાડમાં લગભગ 65 ટકા મતદાન થયું છે. એપ્રિલમાં જ્યારે રાહુલ ગાંધી અહીંથી ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે 74 ટકા મતદાન થયું હતું. 2019 લોકસભા ચૂંટણીમાં, અહીં 80 ટકાથી વધુ મતદાન થયું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને