mobile telephone  explodes successful  section  train Credit : ETV Bharat

મુંબઈઃ મધ્ય રેલવેની લોકલ ટ્રેનમાં તાજેતરમાં મોબાઈલ વિસ્ફોટનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. થાણેમાં લોકલ ટ્રેનના મહિલાઓના કોચમાં મહિલાના મોબાઈલમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે થોડા સમય પૂરતા કોચમાં લોકોમાં ડરનો માહોલ ઊભો થયો હતો. મોબાઈલમાં થયેલા વિસ્ફોટ અંગે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ જણાવ્યું હતું કે કલવા સ્ટેશન પર સીએસએમટીથી કલ્યાણ જતી લોકલ ટ્રેનમાં સોમવારે રાત્રે 8.12 વાગ્યે બનેલી આ ઘટના ઘટી હતી.

Also work : થાણેમાં સગીરાનો વિનયભંગ કરવા બદલ દરજીની ધરપકડ

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રેલવે કંટ્રોલ રૂમના અહેવાલો મુજબ આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી, પરંતુ તેના કારણે મુસાફરોમાં ડરનો માહોલ ઊભો થયો હતો. વિસ્ફોટ પછી અમુક પ્રવાસીઓ દરવાજા તરફ પણ દોડી ગયા હતા. જોકે, આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ થોડા સમય પૂરતા ટ્રેનસેવા પર અસર થઈ હતી. વિસ્ફોટને કારણે ધુમાડો થતા રેલ્વે કર્મચારીઓએ અગ્નિશમન સાધનોનો ઉપયોગ કરી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે એક નાનો વિસ્ફોટ સંભળાયો હતો, બાદમાં ડબ્બામાં ધુમાડો ફેલાયો હતો, જેના કારણે ઘણા મુસાફરો બહાર જવા માટે દરવાજા તરફ દોડી ગયા હતા. રેલવે પોલીસે મુસાફરોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.

Also work : Video: જોગેશ્વરી-ઓશિવરા ફર્નિચર માર્કેટમાં ભયંકર આગ; આટલી દુકાનો બળીને ખાખ

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જે મહિલાના મોબાઈલમાં વિસ્ફોટ થયો હતો તેની ઓળખ થઇ નથી. ઘટનાની તપાસ ચાલી રહી છે. બેટરીની ખામી અથવા અન્ય તકનીકી સમસ્યાને કારણે વિસ્ફોટ થયો હોઈ શકે છે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે મુસાફરોએ સાવધ રહેવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે આ ઘટનાને કારણે ટ્રેન સેવાઓ પર કોઈ અસર થઇ નહોતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને