મુંબઈ: ગઈ કાલે જાહેર થયેલા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો(Maharshtra assembly predetermination result)એ રાજકીય વિશ્લેષકોને પણ ચોંકાવી દીધા હતાં. મહાયુતિ ગઠબંધને મહાવિકાસ આઘાડી સામે મોટી જીત (Mahayuti decision MVA) મેળવી હતી. મહાયુતિ ગઠબંધનને 234 બેઠકો મળી છે જ્યારે મહાવિકાસ અઘાડીએ માત્ર 50 બેઠકો જીતી છે. મહાયુતિમાં સામેલ ભાજપને 132 બેઠકો, શિવસેનાને 57 બેઠકો અને એનસીપીને 41 બેઠકો મળી છે. જેમાંથી અજિત પવારની NCPની જીતને સૌથી મહત્વની માનવામાં આવે છે, અજિત પવારે તેમના કાકા શરદ પવારની NCP (SP)ને કારમી હાર આપી હતી.
પવાર vs પવાર:
મહારાષ્ટ્રમાં NCPએ 41 બેઠકો જીતી છે અને તેનો સ્ટ્રાઈક રેટ પણ 71 ટકા રહ્યો છે. અજિત પવારની NCP 35 સીટો પર શરદ પવારની NCP સામે હતી. તેમાંથી અજિત પવારની NCPને 29 બેઠકો જીતી, જ્યારે શરદ પવારની NCPને માત્ર 6 બેઠકો મળી હતી. આવી સ્થિતિમાં એનસીપી પર અજિત પવારનો દાવો વધુ મજબૂત બન્યો છે.
આ પણ વાંચો……વકફ બિલ પાસ કરાવવા સરકાર કરી રહી છે તૈયારી? વડાપ્રધાને ભાષણમાં આપ્યા સંકેત….
સેના vs સેના:
આ ચૂંટણીમાં શિવસેના (શિંદે જૂથ)એ 81 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 57 બેઠકો જીતી હતી. શિંદે અને ઉદ્ધવ જૂથના ઉમેદવારો 50 બેઠકો પર સામસામે હતા. તેમાંથી શિંદે શિવસેનાએ 36 અને ઉદ્ધવ શિવસેનાએ 14 બેઠકો જીતી હતી. શિંદેની આગેવાની હેઠળની શિવસેનાની મત ટકાવારી 12.38 હતી, જ્યારે શિવસેના (UBT)ની મત ટકાવારી 9.96 હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને