અનન્યા પાંડેએ કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર ૨’થી બોલીવુડમાં પદાર્પણ કર્યું હતું. ત્યારબાદ અનન્યા અને કરણ જોહરે ઘણી વખત સાથે કામ પણ કર્યું છે અને હવે બંને ફરી એકવાર સાથે આવ્યા છે. પરંતુ આ વખતે અનન્યા અને કરણ બંને ખરાબ રીતે ટ્રોલ થઈ રહ્યા છે.
કરણ અને અનન્યાએ એક જાહેરાતમાં સાથે કામ કર્યું છે, જેને જોઈને લોકો ચોંકી ગયા છે. આ જાહેરાત બીજા કોઈની નહીં પણ બેસન (ચણાના લોટ)ની છે. બેસનની આ જાહેરાતમાં કરણ જોહરે બ્લેઝર પહેર્યું હતું, જ્યારે અનન્યા પાંડેએ પીળા રંગનો મિનિ ડ્રેસ પહેર્યો છે, જ્યારે લોકોએ આ જાહેરાત જોઈ ત્યારે કોઈને ખ્યાલ નહોતો કે તે બેસનની જાહેરાત હશે, કારણ કે અનન્યા જાહેરાતમાં ગ્લેમરસ અવતારમાં જોવા મળી તી.
આપણ વાંચો: અનન્યા પાંડેએ બ્રેક-અપ અને રિલેશનશિપ અંગે કરી મહત્ત્વની વાત…
અનન્યા અને કરણ જોહરને લોકો જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું હતું કે મિત્રો લાગે છે ભાડું બાકી છે, કરણ આ દિવસોમાં ચણાના લોટને પ્રમોટ કરી રહ્યો છે. લાગે છે કે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. એકે લખ્યું- અનન્યા અને કરણને ચણાનો લોટ વેચતા જોઈ, હવે એને કોણ ખરીદશે ? બીજાએ લખ્યું હતું કે મને આશા છે કે બંનેને બેસન અંગે માહિતી હશે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનન્યા પાંડે વેબ સીરિઝ ‘કોલ મી બે’માં જોવા મળી હતી. હાલમાં તેની પાસે ઘણા પ્રોજેક્ટ છે. અનન્યા તેની ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’માં ખબ પસંદ કરવામાં આવી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને