![india vs england 3rd odi playing xi changes](https://bombaysamachar.com/wp-content/uploads/2025/02/ind-vs-eng-odi-amd.jpg)
અમદાવાદઃ ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતી કાલે (બપારે 1.30 વાગ્યાથી) ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ગરમ અને ભેજવાળા હવામાનમાં સિરીઝની છેલ્લી વન-ડે રમાશે. ભારતને આ મૅચ જીતીને 3-0થી ક્લીન સ્વીપ કરવાનો મોકો છે, જ્યારે ટી-20 શ્રેણી 1-4થી હાર્યા બાદ બ્રિટિશરોને આવતી કાલે આ પ્રવાસમાં બીજો વિજય મેળવવાનો આખરી મોકો છે. ભારત આ વન-ડે શ્રેણીમાં 2-0થી વિજયી સરસાઈ ધરાવે છે.
કૅપ્ટન રોહિત શર્મા પાછો ફૉર્મમાં આવી ગયો છે અને તેને વન-ડે ક્રિકેટમાં 11,000 રન પૂરા કરવા ફક્ત 13 રનની જરૂર છે. વિરાટ કોહલી ફૉર્મમાં નથી, પરંતુ જો તે પણ સારું રમશે અને 89 રન કરશે તો વન-ડેમાં 14,000 રન પૂરા કરનારો વિશ્વનો ત્રીજો ખેલાડી બનશે. માત્ર સચિન અને સંગકારા આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
છેલ્લે આ મેદાન પર ભારતીય ટીમ 2023ના વર્લ્ડ કપની ઑસ્ટ્રેલિયા સામેની ફાઇનલ હારી ગઈ હતી.
Also work : IND vs ENG 3rd ODI: ભારતની પ્લેઇંગ-11માં મોટા ફેરફારો થઇ શકે છે; ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયારીઓ…
બન્ને દેશની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ
ભારતઃ રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા અને મોહમ્મદ શમી.
ઇંગ્લૅન્ડઃ જૉસ બટલર (કૅપ્ટન), બેન ડકેટ, ફિલ સૉલ્ટ (વિકેટકીપર), ટૉમ બૅન્ટન, જૉ રૂટ, હૅરી બ્રૂક, લિઆમ લિવિંગસ્ટન, બ્રાયડન કાર્સ, સાકિબ મહમૂદ/જોફ્રા આર્ચર, આદિલ રાશિદ અને માર્ક વૂડ.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને