Crisis astatine  US border

વોશિંગ્ટનઃ અમેરિકાના ૪૭ માં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ પહેલા જ શપથ લીધા છે. રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દીધી હતી.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકાએ પોતાની સરહદેથી અલગ-અલગ દેશોના 500થી વધુ ઘૂસણખોરની ધરપકડ કરવાનો દાવો કર્યો છે.

વ્હાઇટ હાઉસના દાવા મુજબ અમેરિકી સેનાએ ૫૩૮ ઘૂસણખોરોને પકડ્યા છે જયારે ૩૭૩ કેદીની અટકાયત કરવામાં આવી છે. આમાંથી સેંકડો લોકોને આર્મી વિમાન દ્વારા પાછા મોકલવામાં આવ્યા છે.

આપણ વાંચો: મહારાષ્ટ્રમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે ગૃહ મંત્રાલયની લાલ આંખઃ કડક કાર્યવાહીનો આદેશ

અમેરિકામાં ઘૂસણખોરોની ખેર નથી

આ પછી, અમેરિકી સેના સરહદ પર ઘૂસણખોરી રોકવા માટે વધુ સતર્ક થઈ ગઈ છે. પેન્ટાગોને ૧૫૦૦ વધારાના સુરક્ષા જવાનોને મેક્સિકન બોર્ડર પર તહેનાત કર્યા છે. હવે અમેરિકામાં ઘૂસણખોરી કરનારાની ખેર નથી. ટ્રમ્પ પ્રશાસને લાખો ગેરકાયદે ઘૂસણખોરોની ઓળખ કરીને તેમને તેમના દેશમાં પાછા મોકલવાની તૈયારીઓ કરી છે. જેમાં હજારો ભારતીયો પણ સામેલ છે.

આપણ વાંચો: બાંગ્લાદેશમાંથી પશ્ચિમ બંગાળમાં ‘ઘૂસણખોરી’ મુદ્દે મમતા બેનરજીએ હવે કર્યો મોટો દાવો

ટ્રમ્પે નવી ઈમિગ્રેશન પોલિસી બનાવી છે

ટ્રમ્પે નવી ઈમિગ્રેશન પોલિસી બનાવી છે, જે અંતર્ગત અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા ઈમિગ્રન્ટ્સની ઓળખ કરીને તેમને તેમના દેશમાં પાછા મોકલવાની જોગવાઈ છે. ચૂંટણી જીત્યા પહેલા જ ટ્રમ્પે નવી ઈમિગ્રેશન પોલિસી લાવવા અને સ્થળાંતર કરનારા ઘૂસણખોરોને તેમના દેશમાં પાછા મોકલવાની જાહેરાત કરી હતી. તેમની સંખ્યા લાખોમાં હોવાનું કહેવાય છે. ટ્રમ્પે કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરીને નવી ઈમિગ્રેશન પોલિસી લાગુ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને