US Presidential Election: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન ભારતમાં અલગ જ માહોલ છે. સોશિયલ મીડિયાથી લઈ પાનના ગલ્લા સુધી આ ચૂંટણીની ચર્ચા છે. ભારતમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને
કમલા હેરિસના અલગ અલગ સમર્થક છે. સોશિયલ મીડિયા તેમના કેટલાક મીમ્સ ફરતાં થયા છે.
આ પણ વાંચો : અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી ટાઈ થાય તો કેવી રીતે વિજેતા નક્કી થશે? જાણો
તાહા ઇમરાન નામના એક્સ યૂઝરે કમલા હેરિસને સાડીમાં દર્શાવી છે અને તે ખેતરમાં મહિલાઓને ઘંઉની કાપણીમાં મદદ કરી રહી છે. કમલા સાડીમાં સુંદર લાગી રહી છે.
તાહા ઈમરાને ટ્રમ્પને લઈને પણ એક ફોટો શેર કર્યો છે. જેમાં તે પતરાળા પર જમી રહ્યા છે. પ્રકાશ મિશ્રા, ભારતીય બેરોજગાર સંઘ અને અંગદ યાદવે આ ફોટાને એક્સ પર શેર કર્યો છે.
આ પણ વાંચો : US Election: ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લી રેલીમાં શું કર્યું, જોઈ લો વીડિયો…
રવિ કુમાર વ્યાસે એલન મસ્ક અને ટ્રમ્પનો એક ફોટો એક્સ પર શેર કર્યો છે. જેમાં બંનેએ ભગવા રંગના કપડાં પહેર્યા છે. આ ફોટો પીએમ મોદી અને યોગીનો એડિટેડ ફોટો છે. પતરાળા પર જમતા ટ્રમ્પનો ફોટો પણ એડિટેડ છે. આ તસવીરોને જોઈ લોકો ઘણા ખુશ થઈ રહ્યા છે અને ફોટો શેર કરનારાની ક્રિએટિવિટીની પ્રશંસા કરી રહ્યા છે.
આ પણ વાંચો : અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી નવેમ્બરના પહેલા મંગળવારે જ કેમ થાય છે?
અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મતદાનના દિવસે અથવા બીજા દિવસે સવારે વિજેતાની જાહેરાત કરવામાં આવે છે. સૌથી પહેલાં પ્યુલર વોટનો વિજેતા જાહેર કરવામાં આવે છે, પરંતુ દર વખતે જે વધુ પોપ્યુલર વોટ મેળવે તે રાષ્ટ્રપતિ પદના વિજેતા હોય તેવું જરૂર નથી. કારણ કે અમેરિકામાં રાષ્ટ્રપતિ પોપ્યુલર વોટથી નહીં પરંતુ ઈલેક્ટોરલ કૉલેજ દ્વારા ચૂંટાય છે.
આ પણ વાંચો : US Election 2024 : અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિમાણો પૂર્વે વ્હાઇટ હાઉસની કિલ્લેબંધી, આ છે કારણ
આ સિવાય ક્યારેક એવું પણ બની શકે છે કે એક રાજ્યમાં અંદાજિત વિજેતા જાહેર કરવામાં આવે છે જ્યારે બીજા રાજ્યમાં મતદાન ચાલતું હોય છે. આમ તમામ રાજ્યોમાં મતદાન પૂર્ણ થયા બાદ જ વિજેતા કોણ બનશે તેની ખબર પડી શકશે.
આ પણ વાંચો : US Elections: અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીની ભારત પર શું પડશે અસર? જાણો…