10 injured Credit : ABC7 Chicago

ન્યૂ ઓર્લિયન્સઃ અમેરિકાનું ન્યૂ ઓર્લિયન્સ શહેર ગોળીઓના અવાજથી ગૂંજી ઉઠ્યું હતું. અહીં બે અલગ-અલગ જગ્યાએ થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા છે, જ્યારે ૧૦ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો : Sunita Williams જોખમમાં! ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 50 જગ્યાએ તિરાડો પડી

પહેલો કેસ સેન્ટ રોચ વિસ્તારનો છે, જ્યાં નવ લોકો ઘાયલ થયા છે. જ્યારે બીજો કેસ અલમોનાસ્ટર એવન્યુ બ્રિજનો છે. અહીં ગોળીબારમાં બે લોકોના મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો.

આ ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે હજુ સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. કેસની તપાસ ચાલી રહી છે. અધિકારીઓએ ગોળીબારની ઘટનાઓ વિશે માહિતી આપતા કહ્યું કે બંને કેસના સંબંધમાં હજુ સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી.

ન્યૂ ઓર્લિયન્સ પોલીસ વિભાગની અખબારી યાદી અનુસાર ન્યૂ ઓર્લિયન્સના સેન્ટ રોચ વિસ્તારમાં બપોરે ૩-૩૦ વાગ્યા પછી ગોળીબાર થયાની માહિતી મળી હતી. ફાયરિંગની માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસને ત્યાંથી આઠ લોકો ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક ઘાયલ વ્યક્તિ ખાનગી કારમાં ત્યાં પહોંચ્યો હતો.

આ ઘટનાની ૪૫ મિનિટ બાદ પોલીસને અલમોનાસ્ટર એવન્યુ બ્રિજ પર ફાયરિંગની બીજી ઘટનાની માહિતી મળી હતી.

પોલીસે જણાવ્યું કે એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બીજાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ત્રીજા પીડિતને ખાનગી વાહનમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. તેની હાલત સ્થિર છે.

આ પણ વાંચો : ચીનમાં નાપાસ થયેલા વિદ્યાર્થીએ છરી વડે હુમલો કરી 8 લોકોની હત્યા કરી, 17 ઘાયલ

પોલીસે જણાવ્યું કે બંને ઘટનાઓના સંબંધમાં હજુ સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. તેમજ કેસ સાથે સંબંધિત કોઇપણ શંકાસ્પદ વિશે કોઇ માહિતી મળી નથી. આ મામલે તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને