Heavy rainfall  snowfall forecast successful  Northern California representation by wfsb

હેલ્ડ્સબર્ગઃ અમેરિકાના કેલિફોર્નિયામાં એક પ્રચંડ વાવાઝોડાને લીધે ભારે હિમવર્ષા અને વરસાદ થયો હતો. જેના કારણે નાના ભૂસ્ખલન અને રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જ્યારે દેશના બીજા ભાગમાં ઉત્તરપૂર્વથી લઇને મધ્ય એપાલાચિયા સુધીના વિસ્તારોમાં આજે હિમવર્ષા અથવા શિયાળાના તોફાનની આગાહી કરવામાં આવી હતી.

આ અઠવાડિયાની શરૂઆતમાં પશ્ચિમ કિનારે ત્રાટકેલા વાવાઝોડાએ પેસેફિક નોર્થવેસ્ટમાં લેન્ડફોલ કર્યું હતું. જેમાં બે લોકોના મોત થયા હતા. તેમજ મોટાભાગે સિએટલ વિસ્તારમાં હજારો લોકોના ઘરમાં વીજળી ગુલ થઇ હતી.

ત્યાર બાદ ભારે પવનો ઉત્તરી કેલિફોર્નિયા તરફ આગળ વધ્યા હતા. નેશનલ વેધર સર્વિસ અનુસાર કેલિફોર્નિયાના ખાડી વિસ્તાર સાન્ટા રોઝામાં શુક્રવાર સાંજ સુધીમાં લગભગ ૩૨ સેમી વરસાદ સાથે ત્રણ દિવસમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.

આપણ વાંચો: આગામી બે દિવસ વાવાઝોડાનું સંકટઃ IMDએ કરી મોટી આગાહી

કેલિફોર્નિયા પરિવહન વિભાગ અનુસાર પૂરના લીધે મેન્ડોસિનો કાઉન્ટીમાં નયનરમ્ય હાઇવે ૧નો એક ભાગ બંધ કરી દેવામાં આવ્યો છે. પૂર્વ કિનારે અન્ય એક વાવાઝોડાને કારણે ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં ભારે વરસાદ પડ્યો હતો. જ્યાં તાજેતરના અઠવાડિયામાં દુર્લભ જંગલી આગ લાગેલી છે.

ઉત્તરપૂર્વીય પેન્સિલવેનિયામાં ભારે હિમવર્ષા થઇ છે. પશ્ચિમ વર્જિનિયાના કેટલાક ભાગોમાં શનિવાર સવાર સુધીમાં હિમવર્ષાની ચેતવણી હતી. જેમાં ૬૧ સેમી સુધી હિમવર્ષા અને ભારે પવનને કારણે મુસાફરી કરવી જોખમી હતી.

વોશિંગ્ટન, ઓરેગોન અને કેલિફોર્નિયામાં પ્રચંડ પવન ફૂંકાવાની ચેતવણી જારી કરવામાં આવી છે. ઉત્તરી કેલિફોર્નિયા અને ઓરેગોનના કેટલાક ભાગોમાં ભારે પવનની ચેતવણીઓ જારી કરવામાં આવી છે. કેલિફોર્નિયા કાસ્કેડ્સ અને સિએરા નેવાડાના કેટલાક ભાગોમાં શિયાળુ તોફાનની આગાહી કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને