104 Indians deported from America to Amritsar 33 from Gujarat and 3 from Maharashtra

નવી દિલ્હી: ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાનો ખેસ ધારણ કર્યા બાદ અમેરિકામાં રહેતા ભારત સહિત વિવિધ દેશોના ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકામાં ગેરકાયદે વસતા 104 ભારતીયને લઈને એક અમેરિકન વિમાન ભારત પહોંચ્યું છે ત્યારથી જ ભારતમાં આ મુદ્દે હંગામો સર્જાયો છે. જો કે આ દરમિયાન હવે ટ્રમ્પ સરકારના એક અધિકારીએ વીડિયો શેર કર્યો છે, જેમાં દેશનિકાલ કરવામાં આવી રહેલા ભારતીયોના હાથ-પગ બાંધેલા જોવા મળી રહ્યા છે. આ વીડિયો શેર કર્યા બાદ અમેરિકા શું સંદેશ આપવા માંગે છે તેના પર પ્રશ્નો ઉઠયા હતા.

ટ્વીટર પર વીડિયો કર્યો શેર

યુનાઇટેડ સ્ટેટ્સ બોર્ડર પેટ્રોલ (USBP)ના પ્રમુખ માઇકલ ડબલ્યુ. બેંક્સે એક વીડિયો શેર કર્યો છે જેમાં ભારતીય નાગરિકોને હાથકડી અને પગમાં બેડીઓ પહેરીને વિમાનમાં ચઢતા દેખાડવામાં આવ્યા છે. X પરની એક પોસ્ટમાં લખ્યું છે કે “USBP અને તેના સહયોગીઓએ લશ્કરી પરિવહનનો ઉપયોગ કરીને અત્યાર સુધીની સૌથી લાંબી ઉડાનમાં ગેરકાયદે વિદેશીઓને સફળતાપૂર્વક ભારતમાં પાછા મોકલ્યા હતા.

આ મિશન ઇમિગ્રેશન કાયદાઓ લાગુ કરવા અને ઝડપી નિકાલ સુનિશ્ચિત કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. જો તમે ગેરકાયદે રીતે સરહદ પાર કરશો તો તમને દેશનિકાલ કરવામાં આવશે.” આ વીડિયો ઓનલાઈન પોસ્ટ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

https://twitter.com/i/status/1886946028185682347

શું કહી રહ્યા છે યૂઝર્સ?

વીડિયો પર ઘણા યુઝર્સે કમેન્ટ કરીને અમેરિકાની ટીકા કરી હતી. યુઝર્સ દેશનિકાલની પદ્ધતિ પર સવાલ ઉઠાવી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી હતી કે, “કોઈપણ સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે કે તે તેની સરહદોમાં ગેરકાયદેસર રીતે રહેતા વ્યક્તિઓને દેશનિકાલ કરે. જોકે, તેમનું અપમાન કરવું સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. અન્ય એક યુઝરે પણ અમેરિકા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી અને લખ્યું કે અમેરિકાનું વર્તન અસ્વીકાર્ય છે. પીએમ મોદીએ આ તરફ ધ્યાન આપવું જોઈએ અને અમેરિકન રાષ્ટ્રપતિના પગલાની કડક ટીકા કરું છું.”

આ પણ વાંચો : અમેરિકાથી પરત ફરેલા ભારતીયો સાથે દુર્વ્યવહાર! ફેક્ટ ચેક સામે લોકોની આપવીતી, શું છે હકીકત?

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ કર્યો હતો પ્રચાર

ભૂતકાળમાં પણ અમેરિકન સરકારે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કર્યા છે, પરંતુ આ વખતે વધુ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. લોકોનો રોષ એ વાતને લઈને છે કે જો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી હાંકી કાઢવા જ હતા, તો પછી તેમના પર હાથકડી અને બેડીઓ લગાવવાની શું જરૂર હતી ત્યાર બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કરીને ટ્રમ્પ સરકારના આ પગલાની પ્રશંસા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન પણ ટ્રમ્પે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાનું વચન આપ્યું હતું અને શપથ લીધા બાદ અમેરિકાની સરકારે આ કાર્યવાહી કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને