Celebration of 25 years since the merchandise  of the movie  'Khoobsurat'

ફલેશબૅક-પ્લસ -નિધિ શુકલ

આજના જાણીતા લેખક્ – ગીતકાર – પટકથાકાર – સંવાદલેખક વત્તા ડાયરેકર એવા સંજય છેલ માટે આ સપ્તાહ વિશેષ યાદરૂપ છે, કારણ કે ૧૯૯૯ની ૨૬ નવેમ્બરે રજૂ થયેલી એમની ફિલ્મ ‘ખૂબસૂરત’ને એની રિલીઝનાં ૨૫ વર્ષ પૂરાં થયાં છે.
‘ખૂબસૂરત’ જ્યારે પ્રદર્શિત થઈ એ જમાનો એકશન-અન્ડરવર્લ્ડ ને મારફાડની ફિલ્મોનો હતો એ વખતે આવી રોમેન્ટિક-કૉમેડી ફિલ્મ પેશ કરવી એ પણ એક સાહસ જ ગણાય, છતાં સંજય છેલે એક નવા જ પ્રકારની રમૂજની છોળ ઉડાડતી પ્રેમકથા રજૂ કરીને ફિલ્મજગતમાં એ વખતે નવો જ ચીલો ચાતર્યો હતો.


Also read: લો, બોલો…અવૉર્ડમાં ટોપ ને આમદનીમાં ફ્લોપ!


ઓમ પૂરી, પરેશ રાવલ, જોની લીવર, ફરિદા જલાલ, અશોક સરાફ, જતીન કાણકિયા, સુપ્રિયા પિળગાંવકર અને અંજન શ્રીવાસ્તવ જેવા જાણીતા અદાકારોના સશક્ત અભિનયથી આ ‘ફિલ ગૂડ’ ફિલ્મ ખરા અર્થમાં આગવી તરી આવી હતી.
એ વખતે એક્શન હીરોની ઇમેજમાં બંધાઈ ગયેલા સંજય દત્તે આ ફિલ્મમાં પોતાની એક નવી જ ઈમેજ સર્જી હતી. આટલું જ નહીં, સંજય દત્તે તો ‘એ શિવાની’ ગીત ખુદ ગાઈને પ્લેબેક સિંગિંગમાં પોતાની ટેલેન્ટ દર્શાવી હતી. ગુલઝાર – સંજય છેલનાં ગીતોને ફિલ્મનું મ્યુઝિક જતીન-લલિતે આપ્યું હતું. ફિલ્મના ‘તુમ ખૂબસૂરત હો’ જેવાં અન્ય ગીત પણ લોકપ્રિય બન્યાં હતાં.

સંજય છેલે ‘ખૂબસૂરત’ ફિલ્મને ડિરેક્ટ કરીને ડિરેક્શનની શરૂઆત કરી હતી. આ ફિલ્મથી સંજય દત્ત અને ઊર્મિલા માતોંડકરની જોડી યાદગાર બની અને ૨૫ વર્ષ પહેલાં આ ફિલ્મે થિયેટરોમાં શાનદાર સિલ્વર જ્યુબિલી પણ ઊજવી હતી.
‘ખૂબસૂરત’ વિશે સંજય છેલ કહે છે કે, આ ફિલ્મ મારા માટે અનેક રીતે વિશેષ સ્થાન ધરાવે છે, કેમ કે એ વખતના મેગા સ્ટાર સંજય દત્તે મારા પર ભરોસો મૂકીને આ ફિલ્મ કરવા રાજી થયો અને પહેલી વાર એ પોતાની એક્શન હીરોની છાપ છોડીને એક અચ્છા ઈન્સાન તરીકે રોમેન્ટિક-કૉમેડી રોલ કરવા તૈયાર થયો હતો. એની કૉમિક ટાઇમિંગે ફિલ્મને યાદગાર બનાવી દીધી છે.


Also read: એનિમલ’: ફરીથી જાવેદ અખ્તરનું નવું જ્ઞાન


આ ફિલ્મમાં એણે ગાયેલું ગીત ‘એ શિવાની’ જબરું હીટ રહ્યું હતું. આ ગીતની ભલામણ સંજયે જ કરી હતી અને આ ગીત ગાવાનો આઇડિયા પણ એનો જ હતો અને માત્ર પંદર મિનિટની અંદર જ એણે આ ગીત રેકોર્ડ પણ કરીને એક રેકોર્ડ પણ કર્યો. ફિલ્મ અનેક રીતે યાદગાર છે, જેમ કે એક કૉમેડી વિલન તરીકે પરેશ રાવલનું અવર્ણનીય પર્ફોર્મન્સ તો જતીન કાણકિયાની અદ્ભુત અદાકારી ..એક જ રંજ અમને બધાને આજે પણ છે કે ફિલ્મ શૂટિંગ પૂરું થતાં જતીન કાણકિયા કૅન્સરગ્રસ્ત થયો અને ગણતરીના દિવસોમાં એનું અવસાન થયું. જતીન ખુદ એની આ ફિલ્મ કદી ન જોઈ શક્યો.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને