હેડિંગ વાંચીને તમે તમારા મગજમાં ઘોડા દોડાવવાનું શરૂ કરી જ દીધું હશે. દુનિયાનો એક મોટો વર્ગ નશો કરે છે આ નશો કોઈ પણ પ્રકારનો હોઈ શકે છે. આ નશામાં દારૂ, તમાખુ, ગુટખા, સિગારેટનો સમાવેશ થાય છે. પરંતુ આ તમામ નશા આરોગ્ય માટે જીવલેણ છે, એ વાતમાં પણ કોઈ શંકા નથી. પરંતુ શું તમને ખબર છે કે દુનિયાની સૌથી મોંઘી સિગારેટની કિંમત શું છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ.
આ પણ વાંચો : Nita Ambaniના રસોડામાં આ ખાસ ટેક્નિકથી તૈયાર રોટલી…
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ભારતની 35 ટકાથી વધુ વસતી દરરોજ એકથી પાંચ સિગારેટ પીવે છે. દરેક બ્રાન્ડ પ્રમાણે સિગારેટની કિંમત અલગ અલગ હોય છે. વાત કરીએ દુનિયાની સૌથી મોંઘી સિગારેટની તો તેનું નામ ટ્રેઝર લક્ઝરી બ્લેક છે અને તે ઈંગ્લેન્ડમાં બને છે. આ સિગારેટને સામાન્ય માણસ ખરીદી શકે એમ નથી, કારણ કે એની કિંમત ખૂબ જ વધારે હોય છે. ચાલો જાણીએ આ આ મોંઘી કિંમત વિશે-
તમે અત્યાર સુધી મોંઘામાં મોંઘી સિગારેટ કેટલાની ખરીદી હશે? 50 રૂપિયા, 100 રૂપિયા કે 500 રૂપિયા?? પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ટ્રેઝર લક્ઝરી બ્લેક નામની આ એક સિગારેટ પાંચ હજાર રૂપિયાની છે. ત્યાર બાદ વારો આવે છે રૂસી સોબ્રાની સિગારેટ આવે છે, જેની કિંમત 1000 રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે. ત્રીજા ક્રમે આવે છે નેટ શર્મન સિગારેટ. આ બ્રાન્ડની એક સિગારેટની કિંમત 850 રૂપિયા હોવાનું કહેવાય છે.
ખેર આ તો થઈ દુનિયાભરની મોંઘી સિગારેટની વાત. પરંતુ શું તમને ખબર છે ભારતની મોંઘામાં મોંઘી સિગારેટ કઈ છે? ચાલો લગે હાથ એના વિશે પણ વાત કરી જ લઈએ. વાત કરીએ ભારતની સૌથી મોંઘીદાટ સિગારેટ વિશે તો તેનું નામ છે માર્લબોરો. આ સિગારેટના એક પેકેટની કિંમત 350 રૂપિયાની આસપાસ છે.
આ પણ વાંચો : Viral Video: માઉન્ટેન ક્લાઈમ્બિંગ કરી રહી હતી મહિલા, અચાનક પગ લપસ્યો અને…
આમાંથી તમને કેટલી મોંઘી સિગારેટ વિશેની જાણકારી હતી? આમ તો સિગારેટ કે કોઈ પણ પ્રકારનો નશો કરવો જરાય યોગ્ય કે સલાહ ના અપાય. પરંતુ તમે પણ તમારા મિત્રો સાથે આ માહિતી શેર કરીને તેમના જ્ઞાનમાં અભિવૃદ્ધિ ચોક્કસ કરજો હં ને?
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને