દિલ્હી: ક્રિકેટ ટીમના 11 ખેલાડીઓને પસંદ કરવામાં બેટ્સમેન, બોલર અને ઓલરાઉન્ડર ખેલાડીઓનું બેલેન્સ જાળવવામાં આવે છે. તમે એવું ક્યારેય એવું જોયું છે જયારે ક્રિકેટ મેચ દરમિયાન ટીમના 11એ 11 ખેલાડીઓ બોલર બની જાય, આવું સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024 (Syed Mushtaq Ali Trophy 2024)ના મેચ દરમિયાન બન્યું હતું.
દિલ્હીની ટીમે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો:
ગ્રુપ સીમાં દિલ્હી અને મણિપુર વચ્ચે T20 મેચ રમાઈ હતી. આ દરમિયાન દિલ્હીના નામે એક સાવ અલગ જ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. મેચમાં મણિપુરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીના 11એ 11 ખેલાડીઓએ બોલિંગ કરી હતી. ઈતિહાસમાં આત્યાર સુધી આવું નથી બન્યું.
વિકેટકીપરે પણ બોલિંગ કરી:
આયુષ બદોની ટીમનો કેપ્ટન છે અને વિકેટકીપર પણ છે, તેણે બોલિંગમાં પણ હાથ અજમાવ્યો હતો. 11 ખેલાડીઓમાંથી કોઈએ ચાર ઓવરનો ક્વોટા પૂરો કર્યો ન હતો. દિલ્હીની ટીમ તરફથી હર્ષ ત્યાગી, દિગ્વેશ રાઠી અને મયંક રાવતે ત્રણ-ત્રણ ઓવર ફેંકી, જ્યારે આયુષ સિંહ, અખિલ ચૌધરી અને આયુષ બદોનીએ બે-બે ઓવર ફેંકી હતી. જ્યારે આર્યન રાણા, હિંમત સિંહ, પ્રિયાંશ આર્ય, યશ ધુલ અને અનુજ રાવતે એક-એક ઓવર ફેંકી હતી.
Also read: “ભારતીય ટીમે પાકિસ્તાન જઈને ક્રિકેટ રમવું જોઈએ” તેજસ્વી યાદવે આવું કેમ કહ્યું?
દિલ્હી એ સતત ત્રીજી જીત નોંધાવી:
મણિપુરની ટીમેં 20 ઓવરમાં આઠ વિકેટે 120 રન બનાવ્યા હતા. પહેલા મણિપુરે 41 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી મણિપુર માટે કેપ્ટન રેક્સ રાજકુમાર અને વિકેટકીપર અહેમદ શાહે મળીને કેટલાક રન ઉમેર્યા હતા. મણિપુર તરફથી અહેમદ શાહે સૌથી વધુ 32 રનની ઇનિંગ રમી હતી. ઉલેનીએ ટોપ ઓર્ડરમાં 19 રન બનાવ્યા, ત્યારબાદ બેટ્સમેનો એક પછી એક આઉટ થતા રહ્યા. દિલ્હીની ટીમે 6 વિકેટ ગુમાવીને 124 બનાવી આ મેચ જીતી લીધી હતી. દિલ્હી તરફથી આયુષ ધૂલે અણનમ 59 બનાવ્યા હતાં. ગ્રુપ સીમાં, દિલ્હી તેની ત્રણેય મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં હાલમાં ટોચ પર છે.
T20 ક્રિકેટમાં આવું પહેલા ક્યારેય બન્યું નથી, જ્યારે કોઈ ટીમના 11માંથી 11 ખેલાડીઓએ બોલિંગ કરી હોય અને હવે આ વર્લ્ડ રેકોર્ડ દિલ્હીના નામે નોંધાયો છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને