IPL Auctions 2025 Gujarati Players

જેદ્દાહઃ આઇપીએલમાં મેગા ઑક્શનનો આજે બીજો દિવસ છે. ઑક્શનમાં બે ગુજરાતી ખેલાડી પર પણ રૂપિયાનો વરસાદ થયો છે. કુણાલ પંડ્યાને આરસીબીએ 5.75 કરોડ રૂપિયા અને હર્ષલ પટેલને સનરાઇઝર્સ હૈદરાબાદે 8 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યા છે.

આ પણ વાંચો: આઇપીએલ-ઑક્શનના બીજા દિવસની શરૂઆતમાં જાણો કોણ કેટલામાં ખરીદાયો…

હર્ષલ પટેલની કેવી છે આઈપીએલ કરિયર

અમદાવાદના સાણંદના રહેવાસી હર્ષલ પટેલની બેસ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. તેને સનરાઇઝર્સ હૈદરાબાદે બેસ પ્રાઇસ કરતાં ચાર ગણી રકમ 8 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો. હર્ષલ પટેલે આઈપીએલ કરિયરની 105 મેચમાં 135 વિકેટ ઝડપી છે. જેમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 27 રનમાં 5 વિકેટ છે. હર્ષલ પટેલે 2012માં 12 મેચમાં 9 વિકેટ, 2014માં 3 મેચમાં 4 વિકેટ, 2015માં 15 મેચમાં 17 વિકેટ, 2016માં 5 મેચમાં 1 વિકેટ, 2017માં 1 મેચમાં 3 વિકેટ, 2018માં 5 મેચમાં 7 વિકેટ, 2019માં 2 મેચમાં 2 વિકેટ, 2020માં 5 મેચમાં 3 વિકેટ, 2021માં 15 મેચમાં 32 વિકેટ, 2022માં 15 મેચમાં 19 વિકેટ, 2023માં 13 મેચમાં 14 વિકેટ અને 2024માં 14 મેચમાં 24 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત તેણે 105 મેચમાં 15 વખત નોટ આઉટ રહીને 249 રન પણ બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 36 રન છે અને સ્ટ્રાઇક રેટ 122.66 છે.

IPL Auctions 2025 Gujarati PlayersImage Source: X Post

કુણાલ પંડ્યાની કેવી છે આઈપીએલ કરિયર

બરોડાનો કુણાલ પંડ્યા સ્પિન ઑલરાઉન્ડર છે. તેની બેસ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી અને તેને આરસીબીએ 5.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આઈપીએલની 127 મેચમાં તેણે 76 વિકેટ ઝડપી છે અને 132.82ના સ્ટ્રાઇક રેટથી 1647 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 86 રન છે.

Image Source: X Post

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને