મુંબઈઃ ભારતના ટેસ્ટ અને વન-ડે કૅપ્ટન રોહિત શર્માએ આજે અહીં બીસીસીઆઇના વડા મથક ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં રણજી ટ્રોફીની આગામી મૅચમાં પોતે રમશે કે કેમ એ વિશે સમર્થન આપતા કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર સામે રમાનારી આગામી રણજી મૅચમાં મુંબઈ વતી હું રમીશ.' સ્ટાર ખેલાડીઓએ પણ ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લેવો જ જોઈએ એવી કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરોની તેમ જ સોશિયલ મીડિયામાં અસંખ્ય ક્રિકેટ ચાહકોની ડિમાન્ડ બાબતમાં રોહિતે ભાર આપતા કહ્યું હતું કેઆખું વર્ષ ભરપૂર ક્રિકેટ રમાતી હોય છે અને ખેલાડીએ એ વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે ક્રિકેટ સિવાયનો થોડો સમય કાઢવો પણ જરૂરી હોય છે.’
આ પણ વાંચો: રોહિત શર્માએ નિવૃત્તિ લઇ જ લીધી હતી, પરંતુ આ કારણે બદલ્યો વિચાર!
રોહિતે એવું પણ કહ્યું હતું કે કોઈ પણ ખેલાડી ડોમેસ્ટિક ક્રિકેટની અગ્રગણ્ય રેડ-બૉલ ટૂર્નામેન્ટને (આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સરખામણીમાં) ઊતરતી ન ગણતો હોય.' રોહિતનું કહેવું એવું હતું કે કોઈ પણ પ્લેયર (રણજી ટ્રોફી જેવી) ડોમેસ્ટિક ટૂર્નામેન્ટને અગત્યની ગણતો જ હોય. મુંબઈની આગામી રણજી મૅચ 23મી જાન્યુઆરીએ બાન્દ્રા (પૂર્વ)માં એમસીએ-બીકેસીના મેદાન પર જમ્મુ અને કાશ્મીર સામે રમાશે. વર્તમાન સીઝનમાં એલીટ, ગ્રૂપએ’માં 27 પૉઇન્ટવાળા અવ્વલ બરોડા પછી બીજા નંબરે જમ્મુ અને કાશ્મીરની ટીમ (23 પૉઇન્ટ) અને ત્યાર બાદ ત્રીજા સ્થાને મુંબઈ (22 પૉઇન્ટ) છે.
શું તમે જમ્મુ અને કાશ્મીર સામેની આગામી રણજી મૅચમાં રમશો? એવા એક પત્રકારના સવાલના જવાબમાં તેણે હા'માં જવાબ આપ્યો હતો. રોહિતે ત્યાર પછી તરત ઉમેરતાં કહ્યું હતું કેતમે છેલ્લા છ-સાત વર્ષના કૅલેન્ડર જોશો તો જણાશે કે વર્ષ દરમ્યાનના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે અમે વર્ષમાં સરેરાશ માંડ 45 દિવસ પણ ઘરે નથી રહી શક્યા. સામાન્ય રીતે આઇપીએલ પછી ક્રિકેટ સિવાય પણ થોડો સમય મળી જતો હોય છે. આપણી ડોમેસ્ટિક સીઝન ઑક્ટોબરમાં શરૂ થતી હોય છે અને માર્ચ સુધી ચાલતી હોય છે. જે ખેલાડીઓ તમામ ફૉર્મેટ ન રમતા હોય અને જો ડોમેસ્ટિક ક્રિકેટની મૅચો એ અરસામાં રમાવાની હોય તો તેઓ એમાં રમવા માટે સમય કાઢી શકે.’
આ પણ વાંચો: `સેન્સીબલ આદમી હૂં, દો બચ્ચોં કા બાપ હું’…કેમ રોહિત શર્માએ આવું કહેવું પડ્યું?
રોહિતે વધુમાં કહ્યું, `મેં ટેસ્ટ ક્રિકેટ રાબેતામુજબ ધોરણે 2019માં રમવાનું શરૂ કર્યું અને ત્યાર પછી ભાગ્યે જ મને ફુરસદ મળી છે. વર્ષ દરમ્યાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રાબેતામુજબ રમીએ તો રીફ્રેશ થવા માટે થોડો સમય કાઢવો જરૂરી બને છે. કોઈ પણ ખેલાડી ડોમેસ્ટિક ક્રિકેટને ઊતરતી ન ગણે.’
37 વર્ષનો રોહિત હાલમાં ફૉર્મમાં નથી. છેલ્લી 15 ઇનિંગ્સમાં તેની માત્ર એક હાફ સેન્ચુરી છે. તાજેતરમાં સિડની ખાતેની ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટમાં ખુદ રોહિતે નબળા ફૉર્મને ધ્યાનમાં રાખીને ઇલેવનમાંથી પોતાને બહાર રાખી દીધો હતો અને જસપ્રીત બુમરાહે સુકાન સંભાળ્યું હતું.
મંગળવારે રોહિતે વાનખેડેમાં મુંબઈના ખેલાડીઓ સાથે પ્રૅક્ટિસ કરી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને