મુંબઈઃ મુંબઈના વિધાનસભાના પરિણામોમાં અમુક ચોંકાવનારો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સવારથી વરલીમાં આદિત્ય ઠાકરે અને મિલિન્દ દેવરા વચ્ચે બરાબરનો જંગ હતો અને આદિત્ય 400-500 મતથી જ આગળ હતો, પરંતુ હવે તેની લીડ 1000 મતને પાર કરી ગઈ છે, તો બીજી બાજુ પિતરાઈ ભાઈ અમિત ઠાકરે ત્રીજા ક્રમાંકે ચાલી રહ્યો છે અને લગભગ 11000 કરતા વધારે મતથી ઉદ્ધવસેનાના મહેશ સાવંતથી પાછળ છે.
તો મલાડમાં ઉલટું ચિત્ર છે. મલાડ પશ્ચિમમાં અસલમ શેખ પાછળ ચાલી રહ્યો છે અને ભાજપનો ઉમેદવાર વિનોદ શેલાર 3000 મતની લીડ સાથે આગળ છે. સવારથી અસલમ આગળ હતો. અણુશક્તિનગરમાં ફવાદ અહેમદ 2700 કરતા વધારે મતથી આગળ છે, સના મલિક પાછળ ચાલી રહી છે.
Also read: ઉદ્ધવ ઠાકરે ફરી આવશે ભાજપ સાથે? આ નેતાએ કહી દીધી મોટી વાત
તો માનખુર્દ શિવાજીનગરથી સમાજવાદી પક્ષના અબુ આઝમી 5000 જેટલા મતથી આગળ ચાલી રહ્યા છે જ્યારે નવાબ મલિક છેક ચોથા સ્થાને છે અને 35000 જેટલા મતથી પાછળ ચાલી રહ્યા છે.મીરા-ભાયંદરમાં નરેન્દ્ર મહેતા 43,000 કરતા વધારે મતથી આગળ છે, ગીતા જૈન ત્રીજા સ્થાને છે. પાલઘરમાં રાજેન્દ્ર ગાવિત આગળ ચાલી રહ્યા છે. દક્ષિણ કરાડમાંપૃથ્વીરાજ ચવ્હાણ 10,000 મતથી પાછળ છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને