Supreme Court's remark  connected  Parliament's powerfulness  of amendment

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે બંધારણના આમુખમાં સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરવા માટે કરવામાં આવેલા 1976ના સંશોધનને પડકારતી અરજીઓ ફગાવી દીધી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બંધારણમાં સંશોધન કરવાનો અધિકાર સંસદને છે અને સંસદની આ સત્તા આમુખ પર પણ લાગુ પડે છે. જેનો અર્થ છે કે સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે બંધારણના આમુખમાં પણ સુધારો થઈ શકે છે.

આ પણ વાંચો : રાજ્યસભાના સભાપતિ ધનખડ અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે કયા મુદ્દે થઈ શાબ્દિક ટપાટપી?

સંશોધનનો અધિકાર સંસદને

ભલે સુપ્રીમ કોર્ટે બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દોને પડકારતી અરજીઓ ફગાવી દીધી હોય, પરંતુ આજની સુનાવણી બાદ ચોક્કસથી એ ચર્ચાનો અંત આવવાનો છે. જ્યારે પણ આમુખમાં સુધારાની વાત થાય છે, ત્યારે ઘણા નેતાઓ અને સમાજના એક વર્ગનું કહેવું છે કે બંધારણની મૂળ ભાવનાને બદલી શકાતી નથી, આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રસ્તાવનામાં સુધારો કરવાનો અધિકાર સંસદને છે અને બંધારણના સુધારાની માન્યતા પર પણ પ્રશ્ન ઉઠાવી શકાય નહીં.

આ પણ વાંચો : શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ લોકસભામાં હંગામો: પહેલા દિવસે શું થયું ગૃહમાં?

વર્ષો પછી મુદ્દો ઉઠાવવાનો અર્થ નહિ

સર્વોચ્ચ અદાલતે કહ્યું કે સંસદને બંધારણમાં સંશોધનનો જે અધિકાર આપવામાં આવ્યો છે તે આમુખ પર પણ લાગુ પડે છે. આમુખ એ બંધારણનો અભિન્ન હિસ્સો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે કહ્યું કે આટલા વર્ષો પછી આ મુદ્દો ઉઠાવવાનું શું વ્યાજબી છે. કોર્ટે કહ્યું કે આટલા વર્ષો પછી સંશોધનની પ્રક્રિયાને અમાન્ય ન કરી શકાય. કોર્ટે એમ પણ કહ્યું હતું કે બંધારણના અમલથી જ કલમ 368 હેઠળ સરકારની સત્તામાં ઘટાડો થયો નથી અને તેની સત્તાને પડકારવામાં પણ આવી નથી. તેમણે કહ્યું કે સંસદની સંશોધિત કરવાની સત્તા આમુખ પર પણ લાગુ પડે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને