આ દિવસોમાં બોલિવૂડની ફિલ્મો કરતાં સાઉથની ફિલ્મો વધુ પ્રચલિત છે. આ સાથે સાઉથની અભિનેત્રીઓની લોકપ્રિયતા પણ ધીરે ધીરે વધી રહી છે.
એવું ઓરમેક્સ સ્ટાર્સ ઇન્ડિયા લવ્સની સોશિયલ મીડિયા આધારિત સૌથી લોકપ્રિય અભિનેત્રીની યાદીમાંથી જાણવા મળ્યું છે, જેમાં દક્ષિણ અને હિન્દી સિનેમાની અભિનેત્રીઓના નામ સામેલ છે.
ભારતીય સિનેમામાં એવી ઘણી અભિનેત્રી છે જે જુદા જુદા કારણસર લોકપ્રિય છે, પણ હાલમાં સોશિયલ મીડિયા પર બઝ જગાવનારી અભિનેત્રીઓની યાદી બહાર પાડવામાં આવી છે. ઓરમેક્સ મીડિયા દ્વારા ઑક્ટોબર મહિનામાં સૌથી વધુ લોકપ્રિય મહિલા ફિલ્મ સ્ટાર્સની યાદી બહાર પાડવામાં આવી છે.
તેમની યાદીમાં 10માં નંબર પર કટરિના કૈફ છે. કેટની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ ‘ટાઇગર-3’ હિટ હતી. જોકે, એ જ વર્ષે રિલીઝ થયેલી ‘ક્રિસમસ’ ફ્લોપ રહી હતી, પણ કટરિનાની લોકપ્રિયતા અકબંધ છે.
દક્ષિણની અભિનેત્રી રશ્મિકા મંદાના આ યાદીમાં નવમા નંબર પર છે. તેની ફિલ્મ ‘એનિમલ’ અને ‘ગુડબાય’ હિટ રહી હતી અને હવે તે પુષ્પા-2માં જોવા મળશે.
આ પણ વાંચો : છૂટાછેડાના ૩ વર્ષ પછી સામંથાએ અચાનક વ્યક્ત કરી મનની વાત…
આઠમા નંબરે સાઇ પલ્લવીનું નામ છે. 2026માં રિલીઝ થનારી રામાયણમાં તે સીતા માતાના રોલમાં જોવા ણળશે. તેની સાથે રણબીર કપૂર રામ ભગવાનના રોલમાં છે.
સાતમા નંબર પર ‘સ્ત્રી 2’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપનાર અભિનેત્રી શ્રદ્ધા કપૂર છે. તેની આગામી ફિલ્મ ‘સ્ત્રી-3’ છે.
આ યાદીમાં સાઉથની અભિનેત્રી કાજલ અગ્રવાલ છઠ્ઠા નંબર પર છે. તે દક્ષિણની લોકપ્રિય અભિનેત્રી છે. તે હિંદી ફિલ્મ ‘સિંઘમ’માં જોવા મળી છે.
સાઉથની અભિનેત્રી ત્રિશા કૃષ્ણન આ યાદીમાં પાંચમા નંબરે છે. તેણે હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
આ યાદીમાં ચોથા નંબર પર બોલિવૂડની લેડી સિંઘમ એટલે કે દિપીકા પાદુકોણ છે. તે છેલ્લે ‘સિંઘમ અગેન’માં જોવા મળી હતી.
‘જવાન’ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે રોમાન્સ કરનારી સાઉથની હિરોઇન નયનથારા લોકપ્રિયતાની યાદીમાં ત્રીજા નંબર પર છે.
આ યાદીમાં બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટનું નામ બીજા સ્થાને છે. નાની ઉંમરે તેણે ઉત્કૃષ્ટ એક્ટિંગ થકી સારી લોકપ્રિયતા હાંસલ કરી છે.
લોકપ્રિયતાના મામલામાં સાઉથની મોસ્ટ પોપ્યુલર અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ પહેલા નંબર પર છે. તેની લોકપ્રિયતા દક્ષિણ સહિત હિન્દી દર્શકોમાં પણ છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને