વાઘનું નામ સાંભળીને જ આંખો સામે તરવરવા લાગે ખૂંખાર ચહેરો, વિકરાળ આંખો અને કાળજું કંપાવા નાખતી ચાલ… પરંતુ કલ્પના કરો કે આ વાઘ જ આશિક મિજાજ નિકળે તો, પાર્ટનરની શોધમાં વાઘ સેંકડો કિલોમીટરની મુસાફરી ખેડે તો? માનવામાં ના આવે, પરંતુ આ હકીકત છે. ચાલો તમને જણાવીએ ક્યાંનો છે આ કિસ્સો-
મહારાષ્ટ્રના ટિપેશ્વર વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરીમાંથી જ્હોની નામનો વાઘ પાર્ટનરની શોધમાં તેલંગણા સુધીની 300 કિલોમીટરની મુસાફરી ખેડી હતી. જ્હોનીની આ જર્ની રેડિયો કોલરના માધ્યમથી ટ્રેક કરવામાં આવી છે. વાઈલ્ડ લાઈફ ઓફિસર એને વાઘની કુદરતી આદતનો હિસ્સો માને છે, કારણ કે વાઘ પોતાના સાથીની શોધમાં કિલોમીટર સુધીની સફર ખેડી નાખે છે.
જ્હોનીની ઉંમર છથી આઠ વર્ષની વચ્ચે હોવાનું કહેવાઈ રહ્યું છે અને ઓક્ટોબર મહિનાના ત્રીજા અઠવાડિયામાં મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના કિનવટ તાલુકાથી પોતાની સફર શરૂ કરી હતી. ફોરેસ્ટ ઓફિસરોએ તેને પહેલાં આદિલાબાદના બોથ મંડળના જંગલોમાં જોયો હતો અને ત્યાર બાદ તે નિર્મલ જિલ્લાના કંતલા, સારંગાપુર, મમદા, પેમ્બી મંડળમાંથી પસાર થયો હતો. ત્યાર બાદ જ્હોની હૈદરાબાદ-નાગપુર એનએચ-44 હાઈવેને પાર કર્યો હતો. હવે એવું કહેવાઈ રહ્યું છે કે તે તેલંગણાના તિર્યાની ક્ષેત્રની આગળ વધી રહ્યો છે.
આપણ વાંચો: ઘાયલ વાઘણે સાત કલાક સુધી રેલવે માર્ગ બ્લોક કર્યો
આદિલાબાદ જિલ્લાના વન અધિકારીએ આ વાતની ખાતરી કરી હતી કે જ્હોનીની આ સફર વાઘના નેચરલ હેબિટ છે. જેમાં માદા વાઘની શોધમાં નર વાઘ લાંબી લાંબી મુસાફરી ખેડે છે. 100 કિલોમીટર દૂરથી જ માદા વાઘની માંસપેશીની ગંધને મહેસૂસ કરી શકે છે. જોકે, જ્હોનીની આ સફર માત્ર રોમેન્સ માટે નથી. તેણે પોતાની આ જર્ની દરમિયાન ત્રણ ઘેટા-બકરા અને ત્રણ ગાયનો શિકાર કર્યો હતો. વન અધિકારીએ જણાવ્યું હતું કે જે વાઘ સાથીની શોધમાં હોય છે એ માણસો માટે જોખમી નથી હોતા, પણ તેમ છતાં લોકોએ તેમનાથી સાવધ રહેવું જોઈએ.
વન અધિકારીઓ એવો અંદાજો પણ લગાવી રહ્યા છે કે જ્હોનીનો આ રૂટ તેને કવલ ટાઈગર રિઝર્વ પણ લાવી શકે છે જ્યાં વાઘને સ્થાયી કરવામાં સમસ્યા પેદા થઈ રહી છે. જોકે, કવલ ટાઈગર રિઝર્વમાં મ્રાઈગ્રેટિંગ વાઘ નિયમીત સ્વરૂપે આપે છે. પરંકુ 2023 બાદ કોઈ પણ વાઘ અહીં સ્થાયી રૂપે વસી શક્યો નથી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને