સિબોલાંગિતઃ ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર મુશળધાર વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં દટાયેલી પ્રવાસી બસમાંથી વધુ બે મૃતદેહ મળી આવતા મૃત્યુઆંક નવ પર પહોંચી ગયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : Bangladesh માં હિંદુઓ પરના હુમલાનો પડધો બ્રિટિશ સંસદમાં, કહ્યું ધાર્મિક સ્વતંત્રતાનું રક્ષણ જરૂરી
આ અઠવાડિયે પ્રદેશમાં અન્ય ભૂસ્ખલન અને પૂરમાં ઓછામાં ઓછા ૨૦ લોકોના મોત થયા છે. અધિકારીઓએ ગુરુવારે મોડી રાત્રે જણાવ્યું કે બચાવ કાર્યકરોએ બસમાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતા. જે ઉત્તર સુમાત્રા પ્રાંતના મેદાન શહેરથી બેરાસ્તાગી સુધીના રસ્તા પર ભૂસ્ખલનના કારણે વૃક્ષો, કાદવ અને ખડકોથી ઢંકાયેલી હતી. આ માર્ગ રાજધાની મેદાનથી પ્રદેશના અન્ય જિલ્લાઓ સુધી પહોંચવાનો મુખ્ય માર્ગ છે.
ઉત્તરી સુમાત્રા પ્રાદેશિક પોલીસના મુજી અદિયાન્તોએ ગુરુવારે ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય શોધ અને બચાવ એજન્સી દ્વારા વિતરિત એક વીડિયો સંદેશમાં જણાવ્યું કે કેટલાક વાહનો અને તેમના મુસાફરો રસ્તાની બાજુમાં ભૂસ્ખલનમાં ફસાયેલા છે.
ભૂસ્ખલનમાંથી તેમને બચાવવામાં ઓછામાં ઓછા બે દિવસનો સમય લાગશે. ભૂસ્ખલનના કાટમાળમાં હજુ પણ કેટલાય વાહનો ફસાયેલા છે. ઘણી જગ્યાએ વૃક્ષો પણ પડી ગયા છે અને વાહનો તે સ્થળેથી બહાર નીકળી શકે તેમ નથી.
આ પણ વાંચો : નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડિરેક્ટર તરીકે ભારતીય મૂળના વૈજ્ઞાનિકની ટ્રમ્પે કરી નિમણૂક
આ અઠવાડિયાની શરૂઆતમાં ઉત્તરી સુમાત્રા પ્રાંતના પહાડો પર ચાર સ્થળોએ અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનમાં ૨૦ લોકોના મોત થયા હતા. ઓક્ટોબરથી માર્ચ સુધી પડતો મોસમી વરસાદ ઇન્ડોનેશિયામાં પૂર અને ભૂસ્ખલનનું કારણ બને છે, જે ૧૭,૦૦૦ ટાપુઓનો એક દ્વીપસમૂહ છે, જ્યાં લાખો લોકો પર્વતીય વિસ્તારોમાં કે ફળદ્રુપ પૂરના મેદાનોની નજીક રહે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને