બોલીવુડની જાણીતી 39 વર્ષની અભિનેત્રી કીર્તિ કુલ્હારી તાજેતરમાં તેની આગામી ફિલ્મ ‘હિસાબ બરાબર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. પંદર વર્ષ તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વીતાવ્યા છે, જ્યારે તેને અનેક રોલ પણ કર્યા છે, પરંતુ એક ફિલ્મ પછી તેને જોરદાર અનુભવો થયા હતા. તાજેતરમાં કીર્તિએ એક ઈન્ટરવ્યૂમાં પોતાના વાળ ટૂંકા કરવા અંગે ચોંકાવનારી વાત કરી હતી અને ખુલાસો કર્યો કે તેની આ નવી હેરસ્ટાઈલની ઈન્સ્ટાગ્રામ પોસ્ટને કારણે લોકો તેને લેસ્બિયન સમજવા લાગ્યા હતા.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન કીર્તિને પૂછવામાં આવ્યું હતું કે જ્યારે તમે તમારા વાળ ટૂંકા કરાવ્યા ત્યારે તમને કઈ નકારાત્મક અને સકારાત્મક ટિપ્પણીઓ મળી હતી. આના જવાબમાં અભિનેત્રીએ પહેલા સકારાત્મક ટિપ્પણીઓ વિશે જણાવ્યું. કીર્તિએ કહ્યું હતું કે જ્યારે મેં મારા વાળ કપાવ્યા ત્યારે મને ઘણા મેસેજ મળ્યા હતા.
આ પણ વાંચો: બિગ બોસ ફેમ ઈશા માલવીયાએ ઈન્ટરનેટ પર લગાવી આગ, જુઓ વાઈરલ તસવીરો
મને એક કિશોરવયની યુવતીના પિતાનો મેસેજ મળ્યો હતો, તેણે લખ્યું હતું કે મારી પુત્રી તમારા ટૂંકા વાળ જોઈને એટલી પ્રેરિત થઈ છે કે તે પણ આવું કરવા માંગે છે. આ વાંચીને મને આશ્ચર્ય થયું અને મને લાગ્યું કે મેં એક નાનકડી વસ્તુ કરી છે, જેનો હેતુ કોઈ ટ્રેન્ડ સેટ કરવાનો નહોતો પરંતુ તે સમયે મને યોગ્ય લાગ્યું તે મેં કર્યું હતું.
વાસ્તવમાં, ‘હિસાબ બરાબર’ના છેલ્લા શૂટ પછી મને લાગ્યું હતું કે મારા વાળ ખૂબ જ રંગીન થઈ ગયા છે અને મારે તેને કપાવવા જોઈએ. આ પછી મને ઘણી સ્ત્રીઓના મેસેજ મળ્યા જે મારાથી પ્રેરિત થઈ હતી. કીર્તિએ વધુમાં જણાવ્યું કે તેને નકારાત્મક ટિપ્પણીઓ પણ મળી હતી.
આ પણ વાંચો: તૃપ્તિ ડિમરી કરશે બાયોપિક, આ મશહુર અભિનેત્રીનો રોલ નિભાવશે
લોકો વિચારવા લાગ્યા હતા કે મેં મારા વાળ ટૂંકા કરી દીધા હોવાથી હું લેસ્બિયન છું. હું આની જાહેરાત જલ્દી કરીશ. તેથી, જો મારા વાળ લાંબા હોય, તો હું લેસ્બિયન નથી, પરંતુ હું તેને કાપી નાખું કે તરત જ તમે ધારો કે હું લેસ્બિયન છું? લોકો જે રીતે તમારા કામને તેમના પોતાના લેન્સથી જુએ છે તેનાથી મને ખૂબ જ આશ્ચર્ય થયું હતું.”
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કીર્તિ કુલહારીએ 2010માં ખિચડીઃ ધ મૂવીથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેને પિંકથી ઓળખ મળી અને પછી તે શૈતાન, ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક અને મિશન મંગલ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. તેણે હિટ વેબ સિરીઝ ફોર મોર શોટ્સ પ્લીઝ! માં પણ કામ કર્યું છે. કીર્તિ હાલમાં આર. માધવન અને નીલ નીતિન મુકેશ સાથે ‘હિસાબ બરાબર’ માં જોવા મળી રહી છે, જે પર સ્ટ્રીમ થઈ રહ્યું છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને