એફઆઇઆઇની એકધારી વેચવાલી વચ્ચે સેન્સેકસ ૨૩૦ પોઇન્ટના ગાબડાં સાથે ૮૧,૪૦૦ની નીચે સરક્યો

2 hours ago 1

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિશ્ર્વબજારના એકંદર નરમાઇના સંકેત સાથે વિદેશી ફંડોની એકધારી વેચવાલીના દબાણને કારણે ખરડાયેલા સેન્ટિમેન્ટ વચ્ચે સેન્સેકસ ૨૩૦ પોઇન્ટના ગાબડાં સાથે ૮૧,૪૦૦ની નીચે સરક્યો હતો. ઇઝરાયલ અને ઇરાનના યુદ્ધ અંગેની અસપ્ષ્ટતા સાથે સ્થાનિકત સ્તરે આઇઆઇપીની જાહેરાત અગાુ બજારમાં સાવચેતીનું માનસ પણ જોવા મળ્યું હતું.

બીએસઇનો ત્રીસ શેરવાળો મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૨૩૦.૦૫ પોઈન્ટ અથવા ૦.૨૮ ટકા ગબડીને ૮૧,૩૮૧.૩૬ પોઈન્ટના સ્તર પર સ્થિર થયો છે. દિવસ દરમિયાન, તે ૩૦૭.૨૬ પોઈન્ટ અથવા ૦.૩૭ ટકા ઘટીને ૮૧,૩૦૪.૧૫ પોઈન્ટની નીચી સપાટીએ સ્થિર થયોે હતો. એ જ રીતે, એનએસઇનો પચટાસ શેરવાળો મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી ૩૪.૨૦ પોઈન્ટ અથવા ૦.૧૪ ટકા ઘટીને ૨૪,૯૬૪.૨૫ પર સ્થિર થયો છે. સત્ર દરમિયાન તે ૨૪,૯૨૦.૦૫ પોઈન્ટની ઇન્ટ્રાડે નીચી સપાટીએ પહોંચ્યો હતો.

સેન્સેક્સ પેકમાંથી, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઇસીઆઇસીઆઇ બેંક, મારુતિ સુઝુકી ઈન્ડિયા, પાવર ગ્રીડ, એક્સિસ બેંક અને અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન ટોપ લુઝર્સ શેરોની યાદીમાં હતા. બીજી તરફ, એચસીએલ ટેક્નોલોજી, ટેક મહિન્દ્રા, જેએસડબલ્યુ સ્ટીલ, હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ફોસિસ અને ટાઇટન ટોપ ગેઇનર શેરોની યાદીમાં હતા. સરકાર દ્વારા ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડકશન (આઇઆઇપી)ના ડેટાની સાંજે થનારી જાહેરાત અગાઉ બજારમાં સાવચેતીનું માનસ હતું.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં એચસીએલ ટેકનોલોજી ૧.૬૩ ટકા, ટેક મહિન્દ્ર ટકા, જેએસડબલ્યુ સ્ટીલ ૧.૦૨ ટકા, હિંદુસ્તાન યુનિલિવર ૦.૯૬ ટકા, ઈન્ફોસિસ ૦.૮૩ ટકા, ટાઈટન ૦.૭૯ ટકા, સન ફાર્મા ૦.૭૭ ટકા, ટાટા સ્ટીલ ૦.૬૬ ટકા, લાર્સન ૦.૬૪ ટકા, ભારતી એરટેલ ૦.૫૨ ટકા અને સ્ટેટબેન્ક ૦.૩૮ ટકા વધ્યા હતા.

ક્લાઉડ સર્વિસિસ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સ અને મેનેજ્ડ આઇટી સેવાઓ પ્રોવાઇડર દેવ ઈન્ફોર્મેશન ટેકનોલોજી લિમિટેડે ધ્યેય ક્ધસલ્ટિંગ સર્વિસિસમાં ૧૦૦ ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. ધ્યેય ક્ધસલ્ટિંગ માઇક્રોસોફ્ટ ડાયનેમિક્સ ૩૬૫ અને પાવર પ્લેટફોર્મ સોલ્યુશન્સમાં કુશળતા માટે જાણીતી છે. જ્યારે ટાટા ક્ધસલ્ટન્સી ૧.૮૪ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૮૩ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૬૪ ટકા, મારુતિ ૧.૩૦ ટકા, પાવર ગ્રીડ ૧.૩૦ ટકા, એક્સિસ બેન્ક ૦.૮૦ ટકા, અદાણી પોર્ટ્સ ૦.૭૪ ટકા, એશિયન પેઈન્ટ્સ ૦.૭૨ ટકા, એચડીએફસી બેન્ક ૦.૭૨ ટકા, આઈટીસી ૦.૭૨ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૬૪ ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૫૦ ટકા ઘટ્યા હતા.

ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે રતન ટાટાના સાવકા ભાઇ નોએલ ટાટાની વરણી કરવામાં આવી છે. સોલ્ટથી સોફટવેર સુધીના બિઝનેસ સુધી વ્યાપ ધરાવતા આ ઉદ્યોગ ગૃહ સાથે તેઓ પાછલા ચાર દાયકાથી સંકળાયેલા છે. નોએલ ટાટાને ટાટા ગ્રુપની બે સૌથી મહત્વપૂર્ણ ચેરિટેબલ સંસ્થા સર રતન ટાટા ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

અગાઉ તેઓ આ સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે સંકળાયેલા હતા. નોંધવું રહ્યું કે, રતન ટાટાની ચેરમેનશિપ હેઠળના ૨૧ વર્ષમાં ટાટા જૂથના આવક ૪૬ગણી વધીને રૂ. ૪.૭૫ લાખ કરોડ સુધી પહોંચી, નફો ૫૧ગણો વધ્યો અને માર્કેટ કેપિટલ ૩૩ગણું થઇ ગયું. ટાટા જૂથની નવ કંપનીના શેરમાં પાંચ વર્ષમાં ૫૦૦ ટકાનો વધારો નોંધાયો હતો. દરમિયાન, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ)એ સપ્ટેમ્બરમાં પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં પાંચ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૧૧,૯૦૯ કરોડનો ચોખ્ખા નફો નોંધાવ્યો છે.

સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગ ભારતની આ સૌથી મોટી આઇટી સર્વિસ ફર્મની આવક ૭.૬ ટકા વધીને રૂ. ૬૪,૨૫૯ કરોડ નોંધાઇ છે.
ઇરાન અને ઇઝરાયના યુદ્ધ અંગેની અનિશ્ર્ચિતતાને કારણે પણ બજારના સેન્ટિમેન્ટમાં સાવચેતીનું માનસ રહ્યું છે. ઈરાને ઈઝરાયલ પર હુમલો કર્યા બાદ એવી આશંકા સેવાઈ રહી છે કે ઈઝરાયલ ટૂંક સમયમાં ઈરાનની ક્રૂડ ફેસિલિટી પર હુમલો કરશે. ઈઝરાયલના ઈરાનના ક્રૂડ ઓઈલ ફેસિલિટી પર સંભવિત હુમલો અટકાવવા સઉદી અરબ, યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) જેવા ગલ્ફ દેશો અમેરિકા પર દબાણ કરી રહ્યા છે.

ઈરાને ગલ્ફ દેશોને ઈઝરાયલની મદદ કરનારા વિરૂદ્ધ જવાબી કાર્યવાહી કરવાની ચીમકી આપતાં ગલ્ફ દેશો અમેરિકા પર દબાણ કરી આ હુમલો અટકાવવા પ્રયાસ કરી રહ્યા છે. ઈઝરાયલનો હુમલો રોકવા માટે અમેરિકા પર દબાણ કરી રહ્યા છે. ગલ્ફ દેશોએ અમેરિકા સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે જો ઈઝરાયલ ઈરાનના ઓઈલ બેઝ પર હુમલો કરશે તો તેમના ઓઈલ બેઝ ઈરાનના પ્રોક્સી જૂથોના હુમલાનો શિકાર બની શકે છે. ખાડી દેશોના ત્રણ સરકારી સત્તાવાર સૂત્રોને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે કે, સઉદી અરબ, યુએઈ અને કતાર સહિતના ખાડી દેશોએ અમેરિકાને કહ્યું છે કે જો ઈઝરાયલ ઈરાન પર હુમલો કરવા માટે તેમની હવાઈ ક્ષેત્રમાં ઉડ્ડયન કરવા માંગે છે, તો તેને તેમ કરવાની મંજૂરી આપવામાં આવે નહીં.

વૈશ્ર્વિક ઇક્વિટી બજારમાં એકંદર નરમ હવામાન રહ્યું હતું. એશિયન બજારોમાં ટોક્યિો અને હોંગકોંગ ગ્રીન ઝોનમાં બંધ થયા હતા, જ્યારે શાંઘાઈ અને સિઓલ રેડ ઝોનમાં ગબડ્યાં હતાં. જ્યારે મધ્ય-સત્રના સુધાના અહેવાલ અનુસાર યુરોપિયન બજારો મિશ્ર વલણ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. યુએસ બજારો ગુરુવારે ઓવરનાઇટ ટ્રેડમાં નીચા મથાળે બંધ થયા હતા. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૭૭ ટકા ઘટીને ૭૮.૭૯ ડોલર પ્રતિ બેરલ થયું હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ ગુરુવારે રૂ. ૪,૯૨૬.૬૧ કરોડની ઇક્વિટી ઑફલોડ કરી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ એક્સચેન્જ ડેટા અનુસાર રૂ. ૩,૮૭૮.૩૩ કરોડની ઇક્વિટી ખરીદી હતી.

ગુરુવારે સેન્સેક્સ ૧૪૪.૩૧ પોઈન્ટ વધીને ૮૧,૬૧૧.૪૧ પોઈન્ટની સપાટી પર સેટલ થયા હતા, જ્યારે નિફ્ટી ૧૬.૫૦ પોઈન્ટ વધીને ૨૪,૯૯૮.૪૫ પોઈન્ટની સપાટી પર બંધ થયો હતો. દરમિયાન, સપ્ટેમ્બરમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલેકે એસઆઈપી થકી રોકાણનો એક નવો રેકોર્ડ સ્થપાયો છે. ગત એક જ મહિનામાં સર્વાધિક રૂ. ૨૪,૫૦૯ કરોડનું રોકાણ એસઆઈપી દ્વારા કરવામાં આવ્યું છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article