….એવું તો શું થયું કે હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા હુડ્ડા એ માનવો પડ્યો PM મોદીનો આભાર ?

2 hours ago 1
.What happened that Hooda had to judge  acknowledgment  to PM Modi earlier  the Haryana assembly elections

હરિયાણા વિધાનસભા ચૂંટણીને હવે કલાકોની જ ગણતરી છે ત્યારે વોટિંગના ગણતરીના કલાકો વચ્ચે ભાજપ કોંગ્રેસનો પ્રચાર ચરમ પર પહોચ્યો છે.વડાપ્રધાન મોદી અને કોંગ્રેસનાં સાંસદ દીપેન્દ્ર હુડ્ડા વચ્ચે શાબ્દિક જંગ છેડાયો છે. એક તરફ વડાપ્રધાન કોંગ્રેસનાં બાપ-બેટા મુખ્યમંત્રી બનવા પ્રતિસ્પર્ધા કરી રહ્યા છે તો કોંગ્રેસ નેતાએ પલટવારમાં કહ્યું કે, ભાજપ જાણી ગયો છે કે હરિયાણામાં કોંગ્રેસની સરકાર આવી ગઈ છે. આ વચ્ચે હુડ્ડાએ પીએમ મોદીનો આભાર પણ વ્યકત કરી દીધો હતો.

કોંગ્રેસ નેતા દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ કરનાલમાં એક ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. હુડ્ડાએ કહ્યું કે, હું વડાપ્રધાનનો આભાર માનું છું કારણ કે વડાપ્રધાન અને ભાજપના તમામ નેતાઓ તેમના કામ નથી જણાવી રહ્યા અને હરિયાણા વિધાનસભા ચૂંટણી પછી શું થશે તેની ચિંતા કરી રહ્યા છે. એટલે કે તેઓ સ્વીકારી રહ્યા છે કે કોંગ્રેસની સરકાર આવી ચૂકી છે. એટલા માટે અમે તેમનો આભાર માનીએ છીએ.” કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ હિસારમાં ચૂંટણી રેલીમાં વડાપ્રધાન મોદીના નિવેદન પર આ વાત કહી છે. હુડ્ડાએ વધુમાં કહ્યું કે, “હરિયાણાના લોકોએ કોંગ્રેસના ઉમેદવારને મત આપીને હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનાવવાનું મન બનાવી લીધું છે… ભાજપ સરકારને કારણે સમાજના દરેક વર્ગને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

દીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું- ખૂણે-ખાંચરેથી આવી રહ્યા છે અવાજ

કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે, હવે હરિયાણાના દરેક ખૂણેથી અવાજ આવી રહ્યો છે કે હરિયાણામાં કોંગ્રેસની સરકાર આવી રહી છે અને બીજેપીની સરકાર જઈ રહી છે. લોકો તેમના 10 વર્ષના કુ-શાસનથી નારાજ છે. આ સરકારે દરેક વર્ગનું અપમાન કર્યું છે.આ સરકાર વિકાસને પાટા પરથી ઉતારનારી સરકાર છે. હવે હરિયાણાના લોકો સમૃદ્ધિ ઈચ્છે છે.

આ પણ વાંચો : અગાઉના શાસનની જૂની કાર્યપદ્ધતિ નાબૂદ કરી છે: વડા પ્રધાન નરેન્દ્ર મોદી…

વડાપ્રધાને શનિવારે શું કહ્યું હતું ?

શનિવારે હરિયાણાના હિસારમાં ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસમાં દરેક વ્યક્તિ મુખ્યમંત્રી બનવા માટે લડી રહ્યા છે. બાપુ પણ દાવેદાર છે અને પુત્ર પણ દાવેદાર છે, તેમનું નામ લીધા વિના વડાપ્રધાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને તેમના સાંસદ પુત્ર દીપેન્દ્ર સિંહ હુડ્ડા પર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે જેમ જેમ વોટિંગની તારીખ નજીક આવી રહી છે, કોંગ્રેસના નેતાઓએ કહેવાનું શરૂ કર્યું છે કે હરિયાણામાં પણ તેમને મધ્યપ્રદેશ જેવી સ્થિતિનો સામનો કરવો પડશે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ચૂંટણીમાં કોંગ્રેસે જુઠ્ઠાણાનો આશરો લીધો પરંતુ તેમના જુઠ્ઠાણાનો ફુગ્ગો ફૂટી ગયો.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article