ગૉલઃ અહીં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાએ પહેલો દાવ 654/6ના સ્કોર પર ડિક્લેર કર્યો હતો અને ત્યાર બાદ શ્રીલંકાની 44 રનમાં ત્રણ વિકેટ લઈ લીધી હતી.ઑસ્ટ્રેલિયાને સાડાછસો રનનો ઢગલો ઓપનર ઉસમાન ખ્વાજા (352 બૉલમાં 232 રન), સ્ટીવ સ્મિથ (251 બૉલમાં 141 રન) અને જૉશ ઇંગ્લિસે (94 બૉલમાં 102 રન) કરી આપ્યો હતો.એ ઉપરાંત ટ્રેવિસ હેડ (57 રન) તથા વિકેટકીપર ઍલેક્સ કૅરી (46 રન)નું પણ મહત્ત્વનું યોગદાન હતું.

Also read:ત્રીજી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાનો આ ઝડપી બોલર કરશે વાપસી…

પ્રભાત જયસૂર્યા અને વેન્ડરસેએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.ખ્વાજા-હેડ વચ્ચે 92 રનની, ખ્વાજા-લાબુશેન વચ્ચે 43 રનની, ખ્વાજા-સ્મિથ વચ્ચે 266 રનની, ખ્વાજા-ઇંગ્લિસ વચ્ચે 146 રનની અને કૅરી-વેબસ્ટર વચ્ચે 59 રનની ભાગીદારી થઈ હતી.શ્રીલંકાએ સાતમા રનથી જ વિકેટ ગુમાવવાનું શરૂ કર્યું હતું અને રમતના અંત સુધીમાં 44 રનમાં કુલ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. સ્ટાર્ક, કુહનેમન અને લાયને એક-એક વિકેટ લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને