ભુજઃ કચ્છના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવયા હોવાના સમાચાર છે. કચ્છમાં રાપર, ભચાઉ, ગાંધીધામ, વાગડ સહિત અન્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: Big Breaking: ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
કચ્છના રાપરથી લગભગ 26 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ છે. કચ્છની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પાટણ સહિત અન્ય વિસ્તારોમાં ધરતીકંપના આંચકા અનુભવાયા છે. સવા આઠ વાગ્યાના સુમારે કચ્છમાં આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલની તીવ્રતા ચાર નોંધાઈ છે. આ ભૂકંપનો આંચકો ભચાઉ, ગાંધીધામ સહિત અન્ય તાલુકાના ગામડાના રહેવાસીઓએ અનુભવ્યો છે. જોકે, ભૂકંપની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે નુકસાનના સમાચાર મળ્યા નથી.
આ પણ વાંચો: Earthquake In Jharkhand: રાંચી સહિત અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ 3.6ની તીવ્રતા
ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 26 કિલોમીટર દૂર ભચાઉના કણખોઈ નજીક નોંધાયું છે. રાપર સિવાય ભચાઉ, ગાંધીધામ, અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અનુભવાયો હતો. આંચકાને કારણે સ્થાનિક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
અહીં એ જણાવવાનું કે આ અગાઉ દેવ દિવાળીના દિવસે પાટણમાં ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. ઉત્તર ગુજરાતના પાટણમાં 4.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને ભૂકંપનો કેન્દ્રબિંદુ પાટણથી 23 કિલોમીટર દૂર નોંધાયું હતું. આ ભૂકંપના આંચકા સમગ્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત કચ્છના અમુક તાલુકાની સાથે છેક રાજસ્થાનના માઉન્ટ આબુ સુધી અનુભવાયા હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને