મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા 2024ના શરૂઆતી આંકડા આવવા લાગ્યા છે. રાજ્યની એવી 15 જેટલી બેઠક છે જેના પર સૌની નજર છે, જેમાં સૌથી હૉટ સિટ કહી શકાય તે છે બારામતી વિધાનસભા. અહીં ડેપ્યુટી સીએમ અજિત પવાર સામે ભત્રીજો યુગેન્દ્ર પવાર ઊભો છે. પવાર પરિવારના જ આ બન્ને હોવાથી બરાબરનો જંગ જામ્યો છે. ત્યારે સવારે ટ્રેન્ડ્માં અજિત પવાર આગળ હતા, પરંતુ પછી યુગેન્દ્રએ લીડ લીધી હતી. હાલમાં યુગેન્દ્ર આગળ ચાલી રહ્યો છે. જોકે ચૂંટણી પંચના આંકડા હજુ આવ્યા નથી, પરંતુ ટ્રેન્ડને જોતા બન્ને વચ્ચે બરાબરનો જંગ જામ્યો છે અને હાર જીત પણ બહુ પાતળી સરસાઈથી હશે તેમ લાગી રહ્યું છે.
ઠાકરે બંધુ આગળ
વરલીથી આદિત્ય ઠાકરે અને માહિમથી અમિત ઠાકરે આગળ ચાલી રહ્યા છે. આદિત્ય ઠાકરે સામે તેટલો જ મજબૂત ઉમેદવાર મિલિન્દ દેવરા છે. માહિમમાં રાજ ઠાકરેના દીકરા અમિત ઠાકરેની આ પહેલી ચૂંટણી છે. બન્ને એક જ પરિવારના છે, પંરતુ રાજકીય રીતે પ્રતિસ્પર્ધી છે. જોકે એકબીજા સામે લડતા નથી.
કેબિનેટ પ્રદાન રહી ચૂકેલા આદિત્ય સામે પોતાની વર્તમાન સિટ ટકાવી રાખવાનો પડકાર છે જ્યારે શિંદેસેનાએ મિલિન્દને ઉતારી આદિત્યને ચેલેન્જ આપી છે, પરંતુ હાલમાં તો આદિત્ય લીડ કરી રહ્યો છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને