શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં એક દાયકા બાદ ચૂંટણી પૂર્ણ થયા બાદ નવી સરકાર રચાઇ છે. આ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલા આતંકી હુમલાઓની વચ્ચે ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ મંગળવારે ચેતવણી આપી છે કે આતંકવાદીઓને આશરો આપનારા લોકોના ઘરોને જમીનદોસ્ત કરી દેવામાં આવશે. તેમણે લોકોને આતંકવાદના ગુનેગારો સામે એક બનીને ઊભા રહેવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે જો સુરક્ષા દળો, કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન અને લોકો એક થાય તો એક વર્ષમાં આ વિસ્તારમાંથી આતંકવાદને ખતમ કરી શકાય છે.
આ પણ વાંચો : Jammu Kashmir આજે ભાજપની બેઠક, વિધાયક દળના નેતાની પસંદગી કરાશે
ગુનેગારો પર દયા નહિ ખાવામાં આવે:
કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા ઉપ રાજ્યપાલે કહ્યું, ‘મેં સુરક્ષા દળોને નિર્દેશ આપ્યો છે કે કોઈ નિર્દોષને નુકસાન ન પહોંચાડે, પરંતુ ગુનેગારોને બક્ષવામાં જરા પણ બક્ષવામાં ન આવે. જો કોઈ આતંકવાદીઓને આશ્રય આપશે તો તેના ઘરને જમીનદોસ્ત કરી દેવામાં આવશે. વધુમાં તેમં કહ્યું કે, કેટલાક લોકો એવા નિવેદનો આપે છે કે જેઓ આતંકવાદીઓને આશ્રય આપનારા લોકોને ત્રાસ આપવામાં આવે છે. “જો કે, આ અત્યાચાર નથી, પરંતુ ન્યાયની માંગ છે અને આવો ન્યાય ચાલુ રહેશે.”
પાડોશીનો અશાંતિ ફેલાવવવાનો પ્રયાસ:
લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે ‘આપણો પાડોશી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ તેનાથી આપણને કોઈ ચિંતા નથી, પરંતુ અહીંના લોકો તેમના નિર્દેશ પર આ કરી રહ્યા છે, તે ચિંતાનો વિષય છે. આવા લોકોની ઓળખ કરવી એ માત્ર સુરક્ષા દળો અને વહીવટીતંત્રનું કામ નથી, પણ લોકોનું પણ કામ છે.
આ પણ વાંચો : મદરેસાની શક્તિઓ ઘટી? હવે માત્ર શિક્ષણ આપી શકાશે, સરકારે છીનવી લીધો આ હક…
આતંકવાદની સામે ઊભું થવા કર્યું આહ્વાન:
તેમણે કહ્યું કે જો લોકો આતંકવાદીઓને આશ્રય આપે છે અને પછી કહે છે કે અમે તેમની સાથે અન્યાય કરી રહ્યા છીએ, તો તે યોગ્ય નથી. જમ્મુ અને કાશ્મીરના લોકોને આતંકવાદ સામે ઊભા રહેવાનું આહ્વાન કરતાં સિંહાએ ઉપસ્થિત લોકોને પૂછ્યું કે શું આ પ્રદેશમાં કનેક્ટિવિટી સુધારવા માટે કામ કરતા લોકોને મારી નાખવાનો કોઈને અધિકાર છે.