![mumbai-rickshaw-driver-killed-by-speeding-suv-2-arrested-in-fatal-accident](https://bombaysamachar.com/wp-content/uploads/2024/08/Accident.webp)
અમદાવાદ: પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરી રહેલી શ્રદ્ધાળુઓની બસને રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં અકસ્માત નડ્યો હતો. પ્રયાગરાજથી આવતી એક ખાનગી બસની બ્રેક ફેલ થઈ જતા તે નિયંત્રણ બહાર જતી રહી અને પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હતા, જ્યારે અમદાવાદના ગોતામાં અંબિકા દાલવડાની દુકાનના માલિકના 10 વર્ષીય પુત્રનો હાથ કપાયો છે.
Also work : મહાકુંભમાં માઘી પૂર્ણિમા પર ઊમટ્યું માનવ મહેરામણ; 1.83 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી…
બ્રેક ફેઇલ થતા સર્જાયો અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કર્યા બાદ રાજસ્થાનના પાલીના કોસેલાવ ગામ જઈ રહેલી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ રાત્રે લગભગ 12 વાગ્યે દેસુરી-ચારભુજા રોડ નજીક પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં લગભગ 30 મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જેમાંથી 3 ગંભીર રીતે ઘાયલ થયા છે. બસમાં એક જ ગામના 46 લોકો હતા. બ્રેક ફેઇલ થવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો.
10 વર્ષીય બાળકનો હાથ કપાયો
અકસ્માતની ઘટના બાદ ટ્રેક્ટર જેસીબી અને મોટી ક્રેનની મદદથી વહીવટીતંત્રે બસનો આગળનો કાચ તોડીને મહિલાઓ અને બાળકોને સુરક્ષિત રીતે બચાવ્યા હતા. બસના પાછળના ભાગમાં બાળક ફસાયેલું હોય તેને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે બચાવ ટીમને આકરી મહેનત કરવી પડી હતી. બસમાં સવાર ગોતામાં આવેલી અંબિકા દાલવડાની દુકાનના માલિકના 10 વર્ષીય પુત્રનો હાથ કપાયો છે.
Also work : નવું આવકવેરા બિલ આવતીકાલે સંસદમાં રજૂ થશે, ક્યારથી લાગુ થશે જાણો?
અકસ્માતની ઘટના બાદ બસમાં સવાર મુસાફરોમાં ભાગદોડ મચી ગઈ હતી, જેના કારણે રસ્તાની બંને બાજુ ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માતની માહિતી મળતા જ દેસુરી પોલીસ સ્ટેશનના અધિકારી હરિસિંહ રાજપુરોહિત અને ચારભુજા પોલીસ સ્ટેશનના અધિકારી પ્રીતિ રતનુ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને