કેનડામાં ખાલીસ્તાનીઓ આ રીતે યુવાનોની લલચાવીને ભરતી કરે છે, ભારત ફરેલા રાજદૂતે કર્યો ખુલાસો

2 hours ago 1
High commissioner Sanjay verma revealed however  khalistani enlistee  younker  successful  canada

નવી દિલ્હી: ભારત અને કનેડા વચ્ચેના રાજદ્વારીય સંબંધો છેલ્લા એક વર્ષથી બધું સમયથી દિવસેને દિવસે બધું ખરાબ (India-Canada diplomatic tension) થઇ રહ્યા છે, જેનું કારણ છે કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર (Hardeep Singh Nijjar)ની હત્યા બાદ કેનેડાએ ભારત પર લગાવેલા આરોપો. એવામાં તાજેતરમાં કેનેડાની પોલીસે આરોપ લગાવ્યો હતો કે ભારતીય રાજદૂતોની લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સાંઠગાંઠ છે. જેને કારણે કેનેડામાં રહેલા ભારતીય રાજદૂતોને ભારત પરત મોકલવમાં આવ્યા હતાં. ભારત પાછા આવેલા હાઈ કમિશનર સંજય વર્માએ કેનેડામાં ખાલિસ્તાની નેટવર્ક (Khalistani Network successful Canada) અંગે મોટા ઘટસ્ફોટ કર્યા છે.

સંજય વર્માએ જાણકારી આપી કે ખાલિસ્તાન સમર્થકો ભારતીય વિદ્યાર્થીઓને કેવી રીતે ગેરમાર્ગે દોરે છે અને વિવિધ સંગઠનોમાં ભરતી કરે છે. તેમણે કેનેડામાં વસતા ભારતીય યુવાનોના માતાપિતાને ચેતવણી આપી હતી કે તેઓ તેમના સંતાનો પર નજર રાખે. એક ન્યુઝ ચેનલ સાથેના ઈન્ટરવ્યું દરમિયાન સંજય વર્માએ જણાવ્યું હતું કે ખાલિસ્તાની ઓપરેટિવ સામાન્ય રીતે કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓને પૈસા આપવાના વચન સાથે લલચાવે છે.

સંજય વર્માએ વધુમાં જણાવ્યું હતું કે કેનેડામાં વસતા ભારતીય વિદ્યાર્થીઓએ તેમની આસપાસના વાતાવરણથી વાકેફ રહેવું જોઈએ અને ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓના કટ્ટરપંથી પ્રયાસોને પડકારવા જોઈએ. તેમણે કેનેડામાં રહેતા વિદ્યાર્થીઓના માતા-પિતાને વિનંતી કરી કે બાળકો સાથે નિયમિત વાત કરો અને તેમની પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કરો.

ખાલિસ્તાની આતંકવાદીઓ ભારતીય વિદ્યાર્થીઓની સંગઠનોમાં ભરતી કેવી રીતે કરે છે એ અંગે માહિતી આપતા તેમણે કહ્યું કે, “આ કેવી રીતે કાર્ય કરે છે. અર્થતંત્રની સ્થિતિને જોતાં ત્યાં નોકરીઓ ઓછી છે, તેથી વિદ્યાર્થીઓને કેશ અને ફૂડ ઓફર કરવામાં આવે છે. આ રીતે ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓ નાપાક યોજનાઓ સાથે તેમને લલચાવે છે.”

તેમણે જણાવ્યું કે આ વિદ્યાર્થીઓને પછી કેનેડામાં ભારતીય રાજદ્વારી ઇમારતોની બહાર વિરોધ કરવા અને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરવા, ત્રિરંગાનું અપમાન કરવાનું કહે છે. પુરાવાઓ માટે ફોટોગ્રાફ્સ અને વિડિયો લેવાનું કહે છે.

Also Read – કેનેડાના વડા પ્રધાન Justin Trudeau મુશ્કેલીમાં, 28 સાંસદોએ કર્યો બળવો

તેમણે વધુ માહિતી આપતા કહ્યું કે, “ત્યારબાદ તેઓ યુવાનોને આશ્રય લેવા કહે છે, તેઓ વિદ્યાર્થીઓને કહે છે કે ‘જો હવે તમે ભારત પાછા જશો, તો ટમને સજા થશે…’ અને આવા વિદ્યાર્થીઓને કેનેડામાં આશ્રય આપવામાં આવે છે.”

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article