અમદાવાદઃ અમેરિકાએ તાજેતરમાં જ ગેરકાયદેસર ઘૂસેલા 104 ભારતીયોને ડિપોર્ટ કર્યા હતાં. જેમાં 33 ગુજરાતીઓનો પણ સમાવેશ થયો હતો. અમેરિકાની આ કાર્યવાહી બાદ પણ લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ જવાનો મોહ ઓછો થતો નથી. અમદાવાદના બે વ્યક્તિઓને કેનેડા જવું હોવાથી એક એજન્ટે તેમની પાસેથી કુલ 50 લાખ લઈને વિઝા નહીં આપી ઠગાઈ આચરી હતી. જેની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસે આરોપી એજન્ટ રાહુલ શાહની ધરપકડ કરી હતી.
Also work : “દિલ્હીની જીતનો ગુજરાતમાં જશ્ન” CM ભૂપેન્દ્ર પટેલ સહિત નેતાઓએ પાઠવી શુભેચ્છા…
વ્યક્તિ દીઠ વિઝા પ્રોસેસનો 25 લાખ ખર્ચ
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના રાંચરડામાં રહેતા મનોજભાઇ પટેલ અને તેમના મિત્ર ક્ષિતિજ પ્રજાપતિને દોઢ વર્ષ પહેલાં વર્ક પરમિટ વિઝા પર કેનેડા જવું હતું. મનોજભાઇના ભાણાએ અમદાવાદના ગોતામાં બ્લ્યૂસ્કાય વિઝા એન્ડ ઇમિગ્રેશનના સંચાલક રાહુલ શાહ પાસે વિઝાનું કામ કરાવ્યુ હોવાથી મનોજભાઇ પણ રાહુલ શાહની ઓફિસે ગયા હતા. રાહુલ શાહે એક વ્યક્તિ દીઠ વિઝા પ્રોસેસનો 25 લાખ ખર્ચ કહીને ડોક્યુમેન્ટ મેળવ્યા હતા. બાદમાં પ્રોસેસ શરૂ કરી દીધી હોવાનું કહીને કેનેડાનો એપ્લિકેશન લેટર બતાવીને વધુ નાણાં મેળવી લીધા હતા.
Also work : સાવધાનઃ ગુજરાતના કચ્છમાં પહોંચી ગયો જીબીએસ વાયરસઃ પહેલો કેસ નોંધાયો
50 લાખ મેળવ્યા
આરોપી રાહુલ શાહે પીપીઆર રિકવેસ્ટ આવી હોવાથી પેમેન્ટ ક્લીયર કરી દેવાનું કહીને વધુ નાણાં પણ મેળવી લીધા હતા. પાસપોર્ટ જમા કરાવીને પરત આવી ગયા બાદ પણ વિઝા ન મળતા ભોગ બનનારે રાહુલ શાહનો સંપર્ક કરતા વિઝા નહીં મળે તો નાણાં પરત આપવાની બાંહેધરી આપી હતી. આરોપી 50 લાખ મેળવીને લાંબા સમય સુધી વિઝાનું કામ ન કરી આપીને ઓફિસ અને ફોન બંધ કરીને ફરાર થઇ ગયો હતો. આ મામલે સોલા પોલીસે આરોપી રાહુલ શાહ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને