ટોરન્ટોઃ કેનેડાના વોલમાર્ટ સ્ટોરના બેકરી વિભાગના વોક-ઈન ઓવનમાં ભારતીય મૂળની મહિલા ગુરસિમરન કૌરનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. 19મી ઑક્ટોબરના હેલિફેક્સના એક સુપરસ્ટોરમાં વૉક-ઇન ઓવનમાં ૧૯ વર્ષની એક યુવતી મૃત હાલતમાં મળી આવી હતી.
આ પણ વાંચો: અમેરિકામાં લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈની ધરપકડ; NIA એ જાહેર કર્યું છે 10 લાખનું ઈનામ…
મૃતક યુવતીની માતાને તેની દીકરી બળેલી હાલતમાં મળી હતી. માતા છેલ્લા ૧૦ વર્ષથી તે સ્ટોરમાં કામ કરે છે. મૃતક તેની માતા સાથે બે વર્ષ સુધી વોલમાર્ટમાં કામ કરતી હતી.. કૌરના પિતા અને ભાઈ ભારતમાં રહે છે અને અહીં કામ કરે છે. આ કિસ્સાને લઈ અનેક સવાલો ઊભા થતા સ્થાનિક પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. અહેવાલો અનુસાર આ મામલાની તપાસ હવે પૂર્ણ થઈ ગઈ છે.
તપાસમાં અનેક ઈન્ટરવ્યૂ, ફૂટેજ ક્લેક્ટ કર્યાં
આ બાબત અંગે હેલિફેક્સ પ્રાદેશિક પોલીસના જાહેર માહિતી અધિકારી માર્ટિન ક્રોમવેલે જણાવ્યું કે તપાસના ભાગરૂપે અમે અસંખ્ય ઇન્ટરવ્યૂ કર્યા અને વીડિયો ફૂટેજની સમીક્ષા કરી હતી. અમારી તપાસમાં અમને કોઈ અયોગ્ય ગેરરીતિ શંકા નથી થઈ. અમને નથી લાગતું કે આ કોઈનું કાવતરું હોય. અમે આ કેસમાં લોકોના હિતને સ્વીકારીએ છીએ અને એવા પ્રશ્નો છે કે જેનો જવાબ ક્યારેય ન મળે. પ્રારંભિક તપાસ દરમિયાન હેલિફેક્સ પોલીસે કહ્યું હતું કે આ કેસની તપાસ થોડી મુશ્કેલ છે. ઘણી એજન્સી પોલીસને તપાસમાં મદદ કરી રહી છે.
કર્મચારીઓના અલગ અલગ મંતવ્યો
ગુરસિમરન કૌરના મૃત્યુ બાદ વોલમાર્ટના કર્મચારીઓએ કહ્યું હતું કે કૌરને વોક-ઇન ઓવનમાં બંધ કરીને સળગાવી દેવામાં આવી હશે. ગયા મહિને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં વોલમાર્ટના કર્મચારી ક્રિસ બ્રિઝીએ દાવો કર્યો હતો કે વોલમાર્ટમાં કામ કરતી વખતે તેણે જે ઓવનનો ઉપયોગ કર્યો હતો તે બહારથી ચાલુ થઇ ગયો હતો અને દરવાજાનું હેન્ડલ ખોલવું મુશ્કેલ હતું.
ગુરસિમરન કૌરની સહકર્મી ક્રિસ બ્રિઝીએ પણ ધ્યાન દોર્યું હતું કે નાની ભઠ્ઠીની અંદર ઇમરજન્સી લૅચ હતી અને એવું કોઈ કામ નહોતું કે જેના માટે કર્મચારીને શારીરિક રીતે નાની ભઠ્ઠીમાં પ્રવેશવાની જરૂર પડે. અન્ય સહકાર્યકર મેરીએ કહ્યું હતું કે ઓવેનનો દરવાજો તેની જાતે બંધ થઈ શકતો નથી. આ ઓવનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે દરવાજો બંધ કરવા માટે તમારે તેને દબાવીને ક્લિકનો અવાજ સાંભળવો પડશે.
મોબાઈલ ફોન નહીં લાગતા માતાએ શોધ કરી હતી
ઉલ્લેખનીય છે કે ગુરસિમરન કૌર ત્રણ વર્ષ પહેલા તેની માતા સાથે યુનાઇટેડ કિંગડમથી કેનેડા આવી હતી. કેનેડિયન સ્થાનિક મીડિયાએ ગુરસિમરન કૌરના મૃત્યુ પછી અહેવાલ આપ્યો હતો કે ૧૯ ઓક્ટોબરે ગુરસિમરનની માતાએ જ્યારે ઘણી વાર સુધી બેકરીમાં તેની પુત્રીને જોઈ નહીં ત્યારે તેને કારણે ચિંતિત થઈ ગઈ હતી. તેણે દીકરીના મોબાઈલ પર ઘણી વખત ફોન કર્યો હતો, પરંતુ કોલ ન લાગ્યો. જેના કારણે તેની ચિંતામાં વધારો થયો હતો.
ત્યાર બાદ તેણે પ્રશાસન પાસે મદદ માંગી હતી. જોકે, દુર્ભાગ્યે ઘણા કલાકોની શોધખોળ પછી ગુરસિમરનના સળગેલા અવશેષો બેકરીના વોક-ઇન ઓવનમાંથી મળી આવ્યા હતા. જ્યારે તેની માતાએ વોક-ઈન-ઓવનનો દરવાજો ખોલ્યો ત્યારે તે ગભરાઈ ગઈ હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને