Navjot Sidhu gets into occupation    successful  crab  case, gets ineligible  announcement  worthy  Rs 850 crore... Image Source : Punjab Kesari

ચંડીગઢઃ પૂર્વ ક્રિકેટર અને પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ અને તેમની પત્ની નવજોત કૌર સિદ્ધુ એક નવા વિવાદમાં ફસાયા છે. છત્તીસગઢ સિવિલ સોસાયટીએ લીમડા-હળદરથી પત્નીના કેન્સરની સારવાર કરવાના નિવેદનને કારણે ચર્ચામાં આવેલા નવજોત સિંહ સિદ્ધુને કાનૂની નોટિસ ફટકારી છે. આપણે આ મામલો જાણીએ.

છત્તીસગઢ સિવિલ સોસાયટીએ પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને 850 કરોડ રૂપિયાની કાનૂની નોટિસ મોકલી છે. નોટિસમાં સિદ્ધુને તેમની પત્ની નવજોત કૌરના કેન્સરની સારવારના દસ્તાવેજો 7 દિવસમાં જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે. આમ ન કરવા પર 850 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે.

થોડા દિવસો પહેલા નવજોત સિદ્ધુએ કેન્સરને લઈને અમૃતસર સ્થિત પોતાના ઘરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે કેન્સર માટેના ડાયટ પ્લાન વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે તેમની પત્નીને સ્ટેજ 4 કેન્સર હતું. ડૉક્ટરોએ પણ જવાબ આપી દીધો હતો. એવા સમયે તેણે તેની જીવનશૈલી અને આહારમાં ફેરફાર કરીને આ રોગ પર કાબુ મેળવ્યો હતો. સિદ્ધુએ કહ્યું કે 40 દિવસમાં પોતાના આહારમાં ફેરફાર કરીને તેણે આ કેન્સરની બીમારી પર કાબુ મેળવ્યો છે. આ પ્રેસ કોન્ફરન્સ બાદ લોકોએ એલોપેથિક દવાનો વિરોધ કર્યો હતો. હવે સિવિલ સોસાયટીએ નવજોત કૌર સિદ્ધુને એક પત્ર લખી ખુલાસો માંગ્યો છે કે શું તમે પણ તમારા પતિ દ્વારા કેન્સર વિશે કરેલા દાવાને સમર્થન આપો છો કે, તમે જે એલોપેથી દવા લીધી છે તેનાથી તમને કોઈ ફાયદો થયો નથી. તમારા આહારમાં લીમડાના પાન, લીંબુ પાણી, તુલસીના પાન, હળદરનો ઉપયોગને કારણે તમારો કેન્સરનો રોગ મટ્યો છે. તે જ સમયે, છત્તીસગઢ સિવિલ સોસાયટીના સંયોજક ડૉ. કુલદીપ સોલંકીએ કહ્યું હતું કે જો તમે પતિના દાવાને સમર્થન આપો છો તો 7 દિવસમાં પ્રમાણિત દસ્તાવેજો પ્રદાન કરો જેથી સ્પષ્ટ થઈ શકે કે તમે લીમડાના પાન, લીંબુ પાણી, તુલસીના પાન, હળદરનો ઉપયોગથી સ્ટેજ 4ના કેન્સરને માત આપી છે.

આ પણ વાંચો…શું Vande Bharat સ્લીપર કોચના ઉત્પાદનમાં થઈ રહ્યો છે વિલબં ? રેલવે મંત્રીએ આપ્યો આ જવાબ 

ડોક્ટર સોલંકીનું કહેવું છે કે તેમની પાસે તમામ દસ્તાવેજો છે, પરંતુ દર્દીની ગોપનીયતાને ધ્યાનમાં રાખીને તેઓ તેને જાહેર કરી રહ્યા નથી. આ તમામ બાબતો અંગે સ્પષ્ટતાની માગણી સાથે, સોસાયટીએ કાનૂની નોટિસ મોકલીને સાત દિવસમાં સારવારના દસ્તાવેજો રજૂ કરવા અને માફીની માગણી કરી છે. જો આમ નહીં કરવામાં આવે તો 100 મિલિયન ડોલર એટલે કે 850 કરોડ રૂપિયાના વળતરનો દાવો કરવામાં આવશે.

છત્તીસગઢ સિવિલ સોસાયટીએ લખ્યું છે કે નવજોત કૌર સિદ્ધુ પાસે તેના પતિના દાવાને સમર્થન આપવા માટે કોઈ પ્રમાણિત દસ્તાવેજ કે તબીબી પુરાવા નથી. તેઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કરવો જોઈએ, કારણ કે આનાથી અન્ય કેન્સરના દર્દીઓ મૂંઝવણમાં છે અને તેઓ તેમની દવાઓ છોડીને અને નવજોત સિંહ સિદ્ધુના નિવેદનો પર વિશ્વાસ કરીને તેમના જીવન સાથે રમી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને