ED questioned Delhi Minister Kailash Gahlot for 5 hours, made these allegations Image Source: Tribune India

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP)ના નેતા કૈલાશ ગહલોતે પ્રધાનપદ અને પાર્ટીના પ્રાથમિક પદ પરથી રાજીનામું આપી દેતા ખળભળાટ (Kailash Gehlot Resign) મચી ગયો છે. કૈલાશ ગહલોતે પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ ભાજપ પર કાવતરું ઘડવાનો આરોપ લગાવી રહી છે.

આ પણ વાંચો : અમિત શાહની વિદર્ભની તમામ રેલીઓ રદ, અચાનક નાગપુરથી દિલ્હી જવા રવાના

સંજય સિંહનું નિવેદન:

આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે, “કૈલાશ ગહલોત પર ED, આવકવેરા વિભાગ દ્વારા ઘણી વખત દરોડા પાડવામાં આવ્યા છે. તેઓ પાંચ વર્ષ સુધી સરકારનો ભાગ હતા, અને ભાજપ તેમની વિરુદ્ધ સતત કાવતરું કરી રહ્યું હતું, તેમની પાસે બીજેપી સાથે જવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. ”

સંજય સિંહે કહ્યું કે, “ભાજપ પ્રયાસ કરે છે, તેઓ ક્યારેક સફળ થાય છે, અને ક્યારેક નહીં. તેઓ હવે ભાજપ જે કહે છે તેનું પુનરાવર્તન કરી રહ્યા છે, આ ભાજપનું કાવતરું છે. મેં એમ પણ કહ્યું હતું કે રાજકુમાર આનંદ ભાજપમાં જશે. જે દિવસે તમે ભાજપમાં જોડાઈ જશો, તમને બધા આરોપોમાંથી મુક્તિ મળી જશે.”

AAPના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કરે પણ કહ્યું કે, “ભાજપે ED અને CBI દ્વારા તેના કાવતરાને ફરીથી શરુ કર્યું છે. કૈલાશ ગહલોત પર ED અને CBIના ઘણા કેસ છે. તેમણે જેલમાં સંઘર્ષ કરવાને બદલે ભાજપમાં જોડાવાનું પસંદ કર્યું.”

આ પણ વાંચો : Manipur Violence: મણિપુરમાં ફરી ભડકી હિંસા, સીએમ સહિત મંત્રીઓના ઘર પર હુમલા, ઇમ્ફાલમાં કફર્યું

કૈલાશ ગહલોતે લગાવ્યા આ આરોપ:

કૈલાશ ગહલોતે રાજીનામું આપતા કહ્યું હતું કે, “શીશમહેલ જેવા ઘણા શરમજનક અને વિચિત્ર વિવાદો છે, જેના પર હવે દરેક શંકા કરી રહ્યા છે કે શું આપણે હજી પણ તેઓ આમ આદમી હોવાનું માની શકીએ? હવે સ્પષ્ટ છે કે જો દિલ્હી સરકાર પોતાનો મોટાભાગનો સમય કેન્દ્ર સામે લડવામાં વિતાવે તો દિલ્હીની વાસ્તવિક પ્રગતિ થઈ શકે નહીં. મારી પાસે AAPથી અલગ થવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી અને તેથી હું આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને