Rahul Gandhi's jibe connected  cardinal  authorities  astir  GST hike representation by msn

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે જો તેમની પાર્ટીએ દલિતો, પછાત અને અત્યંત પછાત વર્ગોનો વિશ્વાસ જાળવી રાખ્યો હોત, તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ક્યારેય સત્તામાં ન આવી શક્યો હોત. ‘દલિત ઇન્ફ્લુએન્સર્સ’ને સંબોધતાં તેમણે એમ પણ કહ્યું કે તેઓ તેમના પક્ષમાં ‘આંતરિક ક્રાંતિ’ લાવશે અને વંચિત વર્ગને સંગઠનમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપશે.

ઇન્દિરા ગાંધીના સમયમાં હતો વિશ્વાસરાહુલ ગાંધીએ કહ્યું કે તેમને એ સ્વીકારવામાં કોઈ વાંધો નથી કે 1990ના દાયકાથી કોંગ્રેસ વંચિત વર્ગોના હિતોનું રક્ષણ તે રીતે કરી શકી નથી જે રીતે તેને કરવું જોઈતું હતું. તેમણે કહ્યું, “જો આપણે દલિતો, પછાત અને સૌથી પછાત વર્ગોનો વિશ્વાસ જાળવી રાખ્યો હોત, તો RSS ક્યારેય સત્તામાં ન આવ્યું હોત… ઇન્દિરા ગાંધીના સમયમાં, સંપૂર્ણ વિશ્વાસ અકબંધ હતો. દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગો અને લઘુમતીઓ જાણતા હતા કે ઇન્દિરાજી તેમના માટે લડશે.

Also read:કોંગ્રેસે બાબાસાહેબનું સ્મારક બનવા દીધું નહીં: યોગીના કોંગ્રેસ પર પ્રહારો…

“1990 બાદ વિશ્વાસમાં ઘટાડોતેમણે કહ્યું કે 1990 પછી વિશ્વાસમાં ઘટાડો થયો. કોંગ્રેસે આ વાસ્તવિકતા સ્વીકારવી પડશે… કોંગ્રેસે તમારા હિતોનું રક્ષણ એ રીતે કર્યું નથી જે રીતે તેને કરવું જોઈએ. આ નિવેદનથી મને નુકસાન થઈ શકે છે, પણ મને કોઈ પરવા નથી કારણ કે તે સત્ય છે. તેમણે દલિત સમુદાયના લોકોને કહ્યું કે કોંગ્રેસે પહેલા આંતરિક ક્રાંતિ લાવવી પડશે, જેમાં અમે તમને સંગઠનમાં સામેલ કરીશું. તેમણે દાવો કર્યો હતો કે ભારતની શિક્ષણ વ્યવસ્થા ક્યારેય દલિતો અને પછાત વર્ગના હાથમાં નહોતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને