Sageera took the last  measurement   arsenic  parent  scolded him

કોટા: NEET અને JEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે લાખો વિદ્યાર્થીઓ રાજસ્થાનના કોટામાં આવેલા કોચિંગ સેન્ટર્સમાં એડમીશન (Kota Coaching centers) લે છે. આ પરીક્ષાઓના ટોચના ક્રમના વિદ્યાર્થીઓ કોટામાંથી આવતા હોય છે, બીજી તરફ કોટા શહેરની વરવી હકીકત એ છે કે અહીં દરવર્ષે સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ભણતરના ભાર હેઠળ પીસાઈને જીવન ટૂંકાવે છે. એવામાં બુધવારે વધુ વિદ્યાર્થીની જીવ ટૂંકાવ્યો હતો.

અહેવાલ મુજબ મૃતક વિદ્યાર્થીની અમદાવાદની રહેવાસી હતી, તે કોટાના જવાહર નગરમાં રહેતી હતી. આત્મહત્યાની માહિતી મળ્યા બાદ જવાહર નગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આ મામલાની તપાસ કરી રહી છે.

6 મહિના પહેલા જ કોટા ગઈ હતી:
અહેવાલ મુજબ અમદાવાદની વતની અફસા શેખ નામની વિદ્યાર્થીની કોટાના જવાહર નગર વિસ્તારમાં પીજીમાં રહેતી અને NEET માટે તૈયારી કરી રહી હતી. હજુ 6 મહિના પહેલા અભ્યાસ કરવા માટે કોટા આવી હતી. બુધવારે અફસાએ તેના રૂમમાં ફાંસી લગાવીને જીવન ટુંકાવ્યું હતું.

વિદ્યાર્થીનીએ આત્મહત્યા શા માટે કરી તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પણ એવી આશંકા છે કે આભ્યાસના ભારને કારણે વિદ્યાર્થીની માનસિક તણાવમાં હતી.

પોલીસે વિદ્યાર્થીનીના મૃતદેહને શબઘરમાં રાખ્યો છે અને પરિવારને ઘટનાની જાણ કરી છે.

આ પણ વાંચો : રાજસ્થાન વિધાનસભાના સ્પીકર Vasudev Devnani એ પટનામાં હાર્ટ-એટેક આવ્યો, હાલ તબિયત સ્થિર

એક મહિનામાં 5 આત્મહત્યા:
કોટામાં ભણતા વિદ્યાર્થીઓ પર માનસિક તણાવ અંગેના હેવાલો અવારનવાર પ્રકશિત થતા રહે છે. અહેવાલ મુજબ વર્ષ 2025 ના જાન્યુઆરી મહિનાના પહેલા 22 દિવસમાં પાંચ વિદ્યાર્થીઓએ પોતાનો જીવ લીધો છે. જે તંત્ર અને વાલીઓ માટે ચિંતાનો વિષય છે.

[નોંધઃ આત્મહત્યાએ સમસ્યાનું સમાધાન નથી. જો તમને મદદની જરૂર હોય અથવા એવી કોઈ વ્યક્તિને ઓળખતા હો તો તમારી નજીકના માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લો અથવા સંપર્ક કરો

ગુજરાત સરકાર ટોલ ફ્રી નંબરઃ 1860 266 2345 and 0261 6554050
વાંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ]

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને