Carlsen wins some  chess titles successful  Kolkata Credit : PTI

કોલકાતાઃ ચેસના વર્લ્ડ નંબર વન, ચેસ ખેલાડીઓની વર્તમાન પેઢીના ગે્રટેસ્ટ પ્લેયર તરીકે ઓળખાતા અને ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન મૅગ્નસ કાર્લસને અહીં ટાટા સ્ટીલ ચેસ ઇન્ડિયા ટૂર્નામેન્ટમાં રૅપિડ અને બ્લિટ્ઝ, બન્ને ફૉર્મેટનું ટાઇટલ જીતી લીધું છે. 2019માં તેણે કોલકાતામાં એકસાથે આ બે સિદ્ધિ મેળવી હતી અને હવે એ ડબલ સેલિબે્રશનનું પુનરાવર્તન કર્યું છે. જોકે નવાઈની વાત એ છે કે શનિવારે 33 વર્ષના કાર્લસનને બ્લિટ્ઝ ફૉર્મેટની એક ગેમમાં ભારતના 21 વર્ષીય અર્જુન એરીગૈસીએ માત્ર 20 ચાલમાં હરાવી દીધો હતો.

Credit : PTI

આ પણ વાંચો : `હું મરવાની અણીએ જ હતો’ એવું કહેનાર ટાયસન પોતાને હારીને પણ વિજયી માને છે, જાણો કેવી રીતે…

જોકે બ્લિટ્ઝમાં કાર્લસન સૌથી વધુ 13 પૉઇન્ટ મેળવવા બદલ ટાઇટલ જીત્યો છે. તેણે ફાઇનલ રાઉન્ડમાં ભારતના વિદિત ગુજરાતીને હરાવ્યો હતો.

અર્જુને શનિવારે કાર્લસનને હરાવ્યો એ પહેલાં કાર્લસન આ સ્પર્ધાની કુલ 17માંથી એકેય ગેમ નહોતો હાર્યો, પરંતુ અર્જુન સામે તેણે 20મી ચાલમાં સફેદ ફ્લૅગ બતાવીને શરણાગતિ સ્વીકારી લીધી હતી. નોર્વેનો કાર્લસન સફેદ મ્હોરાથી રમ્યો હતો છતાં તેની સામે કાળા મ્હોરાવાળા અર્જુને વિજય હાંસલ કર્યો હતો.

આ પણ વાંચો : Women’s ACT 2024: ભારતીય ટીમે ચીનની ટીમને 3-0 હરાવી, આ ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન

અર્જુને ફક્ત 19 ચાલમાં કાર્લસનને બધી બાજુએથી ઘેરી લીધો હતો જેને કારણે તેણે હાર સ્વીકારી હતી. ખરેખર તો કાર્લસન કળી જ નહોતો શક્યો કે અર્જુને તેને હરાવ્યો કેવી રીતે? સામાન્ય રીતે કાર્લસન પોતાના કિંગને તેની જગ્યાએથી ખાસ કંઈ ખસેડતો નથી, પણ અર્જુન સામેની ગેમમાં તેણે કિંગનું સ્થાન અનેક વાર બદલવું પડ્યું હતું અને છેવટે પરાજિત થયો હતો.
દરમ્યાન, બ્લિટ્ઝમાં રવિવારે કાર્લસન પછીના બીજા નંબરે ફિલિપીન્સ-અમેરિકાનો વેસ્લી (11.5 પૉઇન્ટ) હતો, જ્યારે ભારતના ખેલાડીઓ અનુક્રમે અર્જુન એરીગૈસી (10.5 પૉઇન્ટ), આર. પ્રજ્ઞાનાનંદ (9.5 પૉઇન્ટ) અને વિદિત ગુજરાતી (9 પૉઇન્ટ) અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને રહ્યા હતા.

ભારતના અર્જુન એરીગૈસીએ શનિવારે કાર્લસનને 20 ચાલમાં હરાવી દીધો હતો. (પીટીઆઈ)

કોલકાતાની ટાટા સ્ટીલ ચેસ ઇન્ડિયા ટૂર્નામેન્ટમાં રવિવારે નોર્વેનો મૅગ્નસ કાર્લસન રૅપિડ તથા બ્લિટ્ઝ, બન્ને ફૉર્મેટના ટાઇટલ સાથે તેમ જ મહિલા વર્ગમાં બ્લિટ્ઝ ટાઇટલ જીતનાર રશિયાની કૅટરીના લૅગ્નો (ડાબે) તથા રૅપિડ ટાઇટલ જીતનાર રશિયાની જ ઍલેક્ઝાન્ડ્રા ગૉરિયાચકિના (વચ્ચે). (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને