![Kohli is world's champion subordinate careless of signifier Chris Gayle](https://bombaysamachar.com/wp-content/uploads/2025/02/Kohli-is-worlds-best-player-regardless-of-form-Chris-Gayl.webp)
નવી દિલ્હીઃ વિરાટ કોહલી ઘણા દિવસોથી ફૉર્મમાં નથી અને ખાસ કરીને ઑફ સ્ટમ્પની બહારના બૉલમાં શૉટ મારવા જતાં કૅચ આપી બેસે છે, પરંતુ વેસ્ટ ઇન્ડિઝનો ભૂતપૂર્વ બૅટર અને ભૂતકાળમાં અનેક ધમાકેદાર ઇનિંગ્સથી કરોડો ક્રિકેટપ્રેમીઓના દિલોદિમાગ પર છવાઈ ગયેલા ક્રિસ ગેઇલનું દૃઢપણે માનવું છે કે કોહલી ફૉર્મમાં હોય કે ન હોય, વિશ્વનો બેસ્ટ પ્લેયર તો તે જ છે.
' 36 વર્ષનો કોહલી તાજેતરમાં દિલ્હી વતી રણજી મૅચમાં સારું નહોતો રમી શક્યો અને રવિવારે કટકમાં ઇંગ્લૅન્ડ સામેની બીજી વન-ડેમાં ફક્ત પાંચ રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
જોકે તેની સાથે આઇપીએલમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) વતી ઘણી સીઝન રમી ચૂકેલા ગેઇલનું માનવું છે કેકોહલી હજી પણ વિશ્વનો સર્વશ્રેષ્ઠ ખેલાડી છે. આંકડા જ એનો પુરાવો છે. ત્રણેય ફૉર્મેટમાં તેણે જેટલી સેન્ચુરીઓ ફટકારી છે એ પણ બધુ કહી આપે છે.’
આપણ વાંચો: ભારતના બૉસ નરેન્દ્ર મોદીને મળ્યો ‘યુનિવર્સ બૉસ’ ક્રિસ ગેઇલ…
ગેઇલે એવું પણ કહ્યું હતું કે અમે ક્રિકેટરો આવા ખરાબ સમયકાળમાંથી પસાર થતા જ હોઈએ છીએ. કોહલીના કિસ્સામાં તેની કરીઅરના અંતની નજીકના સમય દરમ્યાન આવું બની રહ્યું છે, પણ આવું તો બન્યા કરે. તેને ફરી ફૉર્મમાં આવતા વાર નહીં લાગે.
' 19મી ફેબ્રુઆરીએ શરૂ થનારી ચૅમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકૉર્ડ ક્રિસ ગેઇલના નામે છે. તેણે આ ટૂર્નામેન્ટમાં કુલ 17 ઇનિંગ્સમાં 791 રન બનાવ્યા હતા. તેના એ વિક્રમને ઓળંગવા કોહલીને 262 રનની જરૂર છે, કારણકે કોહલીએ આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં 12 ઇનિંગ્સમાં કુલ 529 રન બનાવ્યા છે.
કોહલી આ વિક્રમ તોડી શકશે કે કેમ એ વિશે ગેઇલને અહીં એક ઇવેન્ટ વખતે પૂછાતાં તેણે કહ્યું,200 જેટલા રન બનાવવા તેના માટે કોઈ આસાન છે. મને ખાતરી છે કે તે મારો રેકૉર્ડ તોડવા પૂરતા જરૂરી રન બનાવશે જ. તે આ ટૂર્નામેન્ટમાં સેન્ચુરી ફટકારશે એની મને ખાતરી છે.’
આપણ વાંચો: ક્રિસ ગેઇલે નિવૃત્ત રનર ઉસેન બોલ્ટને પડકારતા કહ્યું, ‘મારી સામે 100 મીટરની રેસ જીતી બતાવ’
રોહિત શર્માએ તાજેતરમાં વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારાઓમાં બીજા નંબરના ગેઇલના 331 રનના વિક્રમને પાર કરી લીધો એ વિશે પૂછવામાં આવતાં તેણે રોહિતને ન્યૂ કિંગ ઇન ટાઉન' તરીકે ઓળખાવતા કહ્યું,રોહિતને અભિનંદન. ખેલકૂદમાં હંમેશાં મનોરંજન પૂરું પાડતા નવા-નવા ખેલાડીની જરૂર રહેતી જ હોય છે અને રોહિત ઘણા વર્ષોથી બધાને એન્ટરટેઇન કરી જ રહ્યો છે.
હું રમતો ત્યારે મેં પણ તેની સાથે ક્રિકેટપ્રેમીઓને મનોરંજન પૂરું પાડ્યું હતું. મારી દૃષ્ટિએ (વન-ડેમાં સિક્સર ફટકારવાની બાબતમાં) તે હવે નવો કિંગ છે. તેને ફરી અભિનંદન અને આશા રાખું છું કે તે વધુને વધુ સિક્સર ફટકારતો રહેશે.’
આપણ વાંચો: આઇપીએલ પહેલાં જ ‘ઝારખંડના ક્રિસ ગેઇલ’ને અકસ્માત નડ્યો
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ ક્વૉલિફાય નથી થઈ શકી એ વિશે ખેદ વ્યક્ત કરતા ગેઇલે કહ્યું, હા, વેસ્ટ ઇન્ડિઝની ટીમ આ સ્પર્ધામાં નથી રમી શકવાની એ બદલ હું ખૂબ હતાશ છું.
જોકે આ સ્પર્ધા (સાત વર્ષે) પાછી રમાઈ રહી છે એ બહુ સારું થયું. મને ખાતરી છે કે પાકિસ્તાનમાં અને દુબઈમાં રમાનારી આ સ્પર્ધા રોમાંચક અને મનોરંજક બની રહેશે.'
તમારી દૃષ્ટિએ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં કઈ ચાર ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે? એવું પૂછવામાં આવતાં ગેઇલે કહ્યું,મને લાગે છે કે ભારત, ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને કદાચ ન્યૂ ઝીલૅન્ડની ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે.’
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને