નવી દિલ્હીઃ કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ‘હિંસા ભડકાવવાનો કોઇ વિદેશી પ્રયાસ થયો નથી’ના નિવેદન પર વળતો પ્રહાર કરતાં કહ્યું કે તેઓ ક્યારેય લોકોના મુદ્દાઓ વિશે વાત કરતા નથી અને ન તો તેનું સમાધાન કરે છે.
Also work : દિલ્હી ચૂંટણી પહેલા AAPની ચિંતા વધી; સાત ધારસભ્યોએ આપ્યા રાજીનામાં
બજેટ સત્ર પહેલા પત્રકારો સાથે વાત કરતા મોદીએ કહ્યું હતું કે ૨૦૧૪ પછી કદાચ એ પહેલી વાર બન્યું છે કે સંસદ સત્ર શરૂ થતા પહેલા વિદેશથી ભારતમાં ‘હિંસા ભડકાવવા’નો કોઇ પ્રયાસ થયો નથી.
કોંગ્રેસ મહાસચિવે સંસદ સંકુલમાં પત્રકારોને જણાવ્યું કે તેઓ લોકોના મુદ્દાઓ વિશે વાત કરતા નથી, તેમનું સમાધાન કરતા નથી. અમે ગયા સત્રમાં જોયું કે તેમણે ચર્ચા કરવાની મંજૂરી આપી ન હતી. તેથી જ તેઓ આવી વાતો કરશે.
સત્ર પહેલાના પોતાના સંબોધનમાં મોદીએ વિપક્ષી દળો પર નિશાન તાકતા કહ્યું કે ૨૦૧૪થી દરેક સત્ર પહેલા કેટલાક લોકો તોફાન કરવા માટે તૈયાર હોય છે અને આવા પ્રયાસોને પ્રોત્સાહન આપનારા લોકોની કોઇ કમી નથી.
Also work : કોંગ્રેસે રાષ્ટ્રપતિનું કર્યું ‘અપમાન’: સોનિયા ગાંધીના નિવેદન મુદ્દે PM Modiએ કર્યો પ્રહાર
મોદીએ સત્રની શરૂઆત પહેલા કહ્યું હતું કે કદાચ ૨૦૧૪ પછી આ સંસદનું પહેલું સત્ર છે, જેમાં સત્રના એક-બે દિવસ પહેલા કોઇ વિદેશી તણખાએ જોર પકડ્યું ન હોય. વિદેશમાંથી હિંસા ભડકાવવાનો કોઇ પ્રયાસ કરવામાં આવ્યો નથી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને