‘ખૂલ જા સીમ સીમ’ ; મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા મોદીનો ‘જાદુઇ ચિરાગ’ 32 હજાર કરોડથી વધુની યોજના ભેટ કરી

2 hours ago 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં થાણેમાં રૂ. 32,800 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો, જેમાં આ વિસ્તારમાં શહેરી પરિવહનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, કેન્દ્ર સરકારે મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ માત્ર મહારાષ્ટ્ર અને મરાઠી ભાષા પ્રત્યે આદર જ નથી, પણ આ પરંપરાનું પ્રતીક છે, જેણે ભારતને જ્ઞાન, ફિલસૂફી, આધ્યાત્મિકતા અને સાહિત્યની સમૃદ્ધ સંસ્કૃતિ પ્રદાન કરી છે. મોદીએ દુનિયાભરના તમામ મરાઠી ભાષીઓને અભિનંદન પાઠવ્યા હતા.

નવરાત્રીના પર્વ પર વિવિધ પરિયોજનાઓના ઉદઘાટન અને શિલાન્યાસની નોંધ લઈને પ્રધાનમંત્રીએ આજે વહેલી સવારે વાશિમની મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં તેમણે દેશના 9.5 કરોડ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનું વિતરણ કર્યું હતું અને કેટલીક વિકાસલક્ષી પરિયોજનાઓની શરૂઆત કરી હતી. મહારાષ્ટ્રના આધુનિક વિકાસની દિશામાં થાણેમાં નવા સિમાચિન્હો હાંસલ થઈ રહ્યા છે એમ જણાવી તેમણે જણાવ્યું હતું કે, આજનો પ્રસંગ રાજ્યના ઉજ્જવળ ભવિષ્યની ઝાંખી કરાવે છે. શ્રી મોદીએ જાણકારી આપી હતી કે, રૂ. 30,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં મુંબઈ એમએમઆર પ્રોજેક્ટ્સ આજે શરૂ થઈ ગયા છે અને રૂ. 12,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં થાણે ઇન્ટિગ્રલ રિંગ મેટ્રો રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ થયો છે. પ્રધાનમંત્રીએ આજની વિકાસ પરિયોજનાઓનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, તેનાથી મુંબઈ અને થાણેને આધુનિક ઓળખ મળશે.

આ પણ વાંચો: કોંગ્રેસે 10 વર્ષમાં પોતાનો સમય ઝઘડામાં વિતાવ્યો: વડા પ્રધાન નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, મુંબઈની આરેથી બીકેસી સુધીની એક્વા લાઇન મેટ્રો પણ આજથી શરૂ થઈ રહી છે. તેમણે ઉમેર્યું કે, મુંબઈના લોકો ઘણા લાંબા સમયથી આ મેટ્રો લાઇનની અપેક્ષા રાખી રહ્યા હતા. શ્રી મોદીએ એક્વા મેટ્રો લાઇનને સાથસહકાર આપવા બદલ જાપાન સરકાર અને જાપાનીઝ ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી (જીઆઇસીએ)નો ખાસ કરીને આભાર માન્યો હતો. એટલે તેમણે કહ્યું હતું કે, “આ મેટ્રો લાઇન ભારત-જાપાનની મૈત્રીનું પ્રતીક પણ છે.”

શ્રી મોદીએ નોંધ્યું હતું કે, બાલા સાહેબ ઠાકરેને થાણે પ્રત્યે વિશેષ સ્નેહ હતો. તેમણે ઉમેર્યું હતું કે, થાણે સ્વર્ગીય આનંદ દિઘેનું પણ શહેર હતું. “થાણેએ ભારતની પ્રથમ મહિલા તબીબ ડૉ. આનંદી જોશીને આપી હતી.” તેમ શ્રી મોદીને કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આજે વિકાસલક્ષી કાર્યોથી અમે આ તમામ સ્વપ્નદ્રષ્ટાઓનાં સ્વપ્નો સાકાર કરી રહ્યાં છીએ. પ્રધાનમંત્રીએ થાણે, મુંબઈ અને મહારાષ્ટ્રનાં લોકોને આજથી શરૂ થયેલા વિકાસલક્ષી કાર્યો માટે અભિનંદન આપ્યાં હતાં.

મોદીએ કહ્યું હતું કે, “વિકસિત ભારત આજે દરેક ભારતીયનું લક્ષ્ય છે.” તેમણે કહ્યું હતું કે, અમારી સરકારનો દરેક નિર્ણય, સંકલ્પ અને સ્વપ્ન વિક્સિત ભારતને સમર્પિત છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે મુંબઈ, થાણે વગેરે શહેરોને ભવિષ્ય માટે તૈયાર કરવા જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારે વિકાસનું ધ્યાન રાખવાની સાથે-સાથે અગાઉની સરકારોનાં નુકસાનનું વ્યવસ્થાપન કરવાની હોવાથી સરકારે પોતાનાં પ્રયાસો બમણાં કરવાં પડ્યાં હતાં. અગાઉની સરકારો વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, મુંબઈમાં વધતી જતી વસતી અને ટ્રાફિકની ગીચતા વધવા છતાં આ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે કોઈ ઉકેલ હાથ ધરવામાં આવ્યો નથી. તેમણે ઉમેર્યું હતું કે વધતી જતી સમસ્યાઓના કારણે ભારતની આર્થિક રાજધાની મુંબઈને ઘસારામાં લાવવાની આશંકાઓ છે.

આ પણ વાંચો: કૉંગ્રેસની ગેરેન્ટી ભ્રષ્ટાચાર, જાતિવાદ, સગાંવાદની; ભાજપને મત આપો: વડા પ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાને જણાવ્યું હતું કે, વર્તમાન સરકારે સમસ્યાઓનું સમાધાન કરવાનો પ્રયાસ કર્યો છે અને અત્યારે 300 કિલોમીટરનું મેટ્રો નેટવર્ક વિકસાવવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે કોસ્ટલ રોડને કારણે મરીન ડ્રાઈવથી બાન્દ્રા સુધીની મુસાફરી કરવામાં લાગતો સમય ઘટીને 12 મિનિટ થઈ ગયો હતો, જ્યારે અટલ સેતુએ ઉત્તર અને દક્ષિણ મુંબઈ વચ્ચેનું અંતર ટૂંકાવ્યું હતું. તેમણે એમ પણ નોંધ્યું હતું કે મરીન ડ્રાઇવના ભૂગર્ભ ટનલ પ્રોજેક્ટના ઓરેન્જ ગેટને પણ વેગ મળ્યો છે. વર્સોવાથી બાન્દ્રા સી બ્રીજ પ્રોજેક્ટ, ઇસ્ટર્ન ફ્રી-વે, થાણે-બોરીવલી ટનલ, થાણે સર્ક્યુલર મેટ્રો રેલ પ્રોજેક્ટ જેવા શહેરના વિવિધ પ્રોજેક્ટ્સની યાદી આપીને શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સથી મુંબઈનો ચહેરો બદલાઈ રહ્યો છે અને તેનાથી મુંબઈ અને તેની આસપાસનાં શહેરોની સમસ્યાઓમાં ઘટાડો થવાથી મુંબઈની જનતાને ઘણો લાભ થશે. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રોજેક્ટ્સથી ઉદ્યોગોના વિકાસની સાથે રોજગારીની નવી તકો પણ ઊભી થશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, હાલની રાજ્ય સરકાર મહારાષ્ટ્રનાં વિકાસને જ એકમાત્ર ઉદ્દેશ માને છે. તેમણે ભૂતકાળની સરકારોના ઢીલાશભર્યા અભિગમ અંગે પણ ખેદ વ્યક્ત કર્યો હતો, જેના કારણે મુંબઈ મેટ્રો 2.5 વર્ષ માટે વિલંબમાં પડી હતી, જેના કારણે રૂ. 14000 કરોડનો ખર્ચ વધી ગયો હતો. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આ નાણાં મહારાષ્ટ્રનાં મહેનતુ કરદાતાઓનાં હતાં.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉની સરકારનો ટ્રેક રેકોર્ડ એ વાતનો પુરાવો છે કે, તેઓ વિકાસવિરોધી છે અને તેમણે અટલ સેતુ સામેના વિરોધ, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનને બંધ કરવાનું કાવતરું અને રાજ્યના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણી સાથે સંબંધિત પ્રોજેક્ટ્સ અટકી પડવાનાં ઉદાહરણો આપ્યાં હતાં. પ્રધાનમંત્રીએ ભૂતકાળમાંથી બોધપાઠ લેવાનું સૂચન કર્યું હતું અને તુષ્ટિકરણની રાજનીતિમાં સામેલ લોકો સામે ચેતવણી આપી હતી.

આ પણ વાંચો: નરેન્દ્ર મોદીનું મંદિર બનાવનાર કાર્યકર્તાએ જ છોડી ભાજપ: ઠાલવી વેદના….

સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ દેશ અને મહારાષ્ટ્ર માટે પ્રામાણિક અને સ્થિર નીતિઓ ધરાવતી સરકારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હાલની સરકારે આધુનિક માળખાગત સુવિધાઓનું નિર્માણ કરવાની સાથે સામાજિક માળખાગત સુવિધાઓને પણ મજબૂત કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, “અમે હાઇવે, એક્સપ્રેસવે, રેલવે અને એરપોર્ટના વિકાસ માટે પણ વિક્રમ સ્થાપિત કર્યો છે અને 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. આપણે હજુ દેશને વધુ આગળ લઈ જવાનો છે.” પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, મહારાષ્ટ્રનો દરેક નાગરિક આ ઠરાવની સાથે ઊભો છે.

મહારાષ્ટ્રનાં રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણન, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી એકનાથ શિંદે, મહારાષ્ટ્રનાં નાયબ મુખ્યમંત્રીઓ, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર,વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article