અમદાવાદઃ શહેરની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલમાં બે દર્દીના મોતના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સરકાર પીએમજેએવાય કાર્ડમાં થતાં ઑપરેશનને લઈ એક માર્ગદર્શિકા બનાવી રહી છે. જેનો અમલ ટૂંક સમયમાં જ કરવામાં આવશે. આ દરમિયાન ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ડૉ. પ્રશાંત વજીરાણીના ડૉક્ટર તરીકેના વિવિધ લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ખ્યાતિ કાંડમાં નવો ખુલાસોઃ ગામના સરપંચ, આસપાસની હોસ્પિટલના ડોક્ટરોને અપાતું હતું કમીશન…
કયા લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા
ગુજરાત મેડિકલ કાઉન્સિલે ડૉ. પ્રશાંત વજીરાણીનું MBBS, MD મેડિસીન, DNB મેડિસીન, DNB કાર્ડિયોલોજીનું લાયસન્સ ત્રણ વર્ષ માટે રદ કરવામાં આવ્યું છે. તેમજ જરૂરી ડોક્યુમેન્ટ પણ સમર્પિત કરવાનો નિર્દેશ કર્યો હતો. થોડા દિવસ પહેલા ગાંધીનગર સ્થિત તબીબી સેવાના અધિક નિયામકે ગુજરાત મેડિકલ કાઉન્સિલને પત્ર લખીને ખ્યાતિ કાંડના આરોપી જવાબદાર તબીબી પ્રેક્ટિશનરો સામે યોગ્ય પગલ લેવા જણાવ્યું હતું. ત્યારબાદ કાઉન્સિલ દ્વારા લેવાયેલા સુઓમોટોને ધ્યાને લેવામાં આવ્યું અને ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતિના સભ્યોને સાંભળા બાદ યોગ્ય વિચારણ કરાઈ હતી. જેના અંતે ગુજરાત મેડિકલ કાઉન્સિલ સહિતની જનરલ બોડીએ ડૉ. પ્રશાંત વજીરાણી વિરુદ્ધમાં આ પગલા લીધા હતા.
ડૉક્ટરોને આપવામાં આવતું હતું કમીશન
ક્રાઈમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું કે, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આસપાસની હોસ્પિટલમાંથી પણ દર્દીને તેમની હોસ્પિટલ લાવવામાં આવતા હતા. જેમના ઑપરેશન સરકારી યોજનામાં થઈ શકે તેમ ન હોય તેવા કેસમાં ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ ડોક્ટરોનો સંપર્ક કરીને આવા દર્દીને તેમની હોસ્પિટમલાં લાવતો હતો. આ માટે ડૉક્ટરોને કમીશન પણ આપવામાં આવતું હતું. આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે જે ગામમાં મેડિકલ કેમ્પ યોજવામાં આવતા હતા તેના સરપંચોને પણ કમીશન આપવામાં આવતું હતું.
હૉસ્પિટલની 70 ટકા આવક સરકારી યોજનામાંથી થતી
ડૉક્ટર પ્રશાંતની ધરપકડ બાદ પકડાયેલા આરોપીની પૂછપરછમાં ક્રાઈમ બ્રાંચને જાણવા મળ્યું કે, હોસ્પિટની 70 ટકા આવક સરકારી યોજનામાંથી અને 30 ટકા આવક જનરલ ઓપીડી તથા સર્જરીથી થતી હતી. સરકાર યોજનાના માધ્યમથી હૉસ્પિટલે માર્ચ 2023થી ડિસેમ્બર 2024 સુધી 11 કરોડ રૂપિયા એક્ત્ર કર્યા હતા. ક્રાઈમ બ્રાંચને ખ્યાતિ હૉસ્પિટલમાંથી બે પ્રકારના રજિસ્ટર પણ મળ્યા છે. એકમાં પાકી અને બીજીમાં કાચી એન્ટ્રી થથી હતી. આ રેકોર્ડ સીઈઓ રાહુલ મેંટેન કરતો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને