અમદાવાદ: અમદાવાદના ચર્ચાસ્પદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ આ મામલે તપાસનો દોર ચાલી રહ્યો છે. આ કેસમાં તપાસમાં ધીમે ધીમે અન્ય કૌભાંડોનો પણ ખુલાસો થઈ રહ્યો છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને હાથમાં સોંપવામાં આવી છે. આ તપાસ દરમિયાન ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલના ઘરેથી દારૂની બે બોટલો મળ્યા બાદ હવે હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત ઘરેથી પણ દારૂની બોટલો મળી છે.
આ પણ વાંચો : સુરતમાં ઉતરાણ પહેલા ચાઈનીઝ દોરીથી બાઈકચાલકનું ગળું કપાયું
CEO ચિરાગ રાજપૂતના ઘરેથી મળ્યો દારૂ
પ્રાપ્ત વિગતો અનુસાર ત્યારે ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમને હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલના ઘરેથી દારૂની બે બોટલો મળી આવી હતી. ત્યારબાદ હવે હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતના ઘરેથી પણ દારૂની બોટલો મળી આવી છે. ક્રાઇમ બ્રાન્ચને ચિરાગ રાજપૂતના ઘરમાંથી દારુ ભરેલું કબાટ મળી આવ્યું છે, જેમાં અનેક દારુની બોટલો મળી આવી છે.
કાર્તિક પટેલના બંગલાથી મળ્યો હતો દારૂ
ચેરમેન અને સીઇઓ બંનેને ત્યાંથી દારૂની બોટલ મળી આવતા હોસ્પિટલનાં તબીબો અને સંચાલકોની સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. સમગ્ર કાંડ બહાર આવતાની સાથે જ હોસ્પિટલના ચેરમેન ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ત્યારબાદ ક્રાઇમ બ્રાંચે તેની તપાસ માટે કાર્તિક પટેલના બંગલામાં પહોંચી હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને ત્યાંથી દારૂ મળી આવ્યો હતો.
આ પણ વાંચો : ઘર કા ભેદી લંકા ઢાયેઃ જેની પાસે પૈસા સાચવવાની જવાબદારી હતી તેણે જ તિજોરી પર હાથ માર્યો…
ફરાર આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ
અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના ફરાર આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. જેસીપીના જણાવ્યા મુજબ, એક આરોપી ઓસ્ટ્રેલિયા ફરાર થઈ ગયો છે, જ્યારે બાકીની તપાસ શરૂ છે. આરોપીઓના પાસપોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને