ગરબા મુદ્દે રાજકારણ ગરમાયુઃ ગેનીબેને સંઘવીને આપ્યો સણસણતો જવાબ

2 hours ago 1
Politics heated up   connected  Garba contented   Ganiben gave a passionate reply   to Sanghvi

અમદાવાદઃ ગુજરાતમાં મોડે સુધી ગરબા મુદ્દે રાજકારણ ગરમાયુ છે. રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જ્યારથી ગરબા મોડે સુધી ચાલુ રાખવાની છૂટ આપી ત્યારથી આ મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે. બનસાકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર ગુરૂવારે અંબાજી ખાતે મહાઆરતીમાં જોડાયા હતા, ત્યારે મોડે સુધી ગરબા મુદ્દે જવાબ આપતા કહ્યું હતું કે ગરબા માટે પાકિસ્તાન જવાની જરૂર નથી. નવરાત્રિના પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેની જવાબદારી ગૃહ વિભાગની છે. માત્ર યુવાનોને ખુશ કરવા માટે મોડે સુધી ગરબા રમવાની છૂટ આપી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. હવે મોડે સુધી ગરબા મુદ્દે રાજકારણ શરૂ થઇ ગયું છે.

ગરબાની છૂટછાટ મુદ્દે ગેનીબેનનો પ્રહાર:

અંબાજી મંદિર ખાતે મહાઆરતીમાં ભાગ લેવા માટે ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા. જ્યા નવરાત્રિમાં મોડે સુધી ગરબા રમવાની છૂટછાટ મુદ્દે પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કાયદો અને સુરક્ષા જાળવવાની જવાબદારી ગૃહ વિભાગની છે. યુવાનોને ખુશ કરવા માટે સવારે પાંચ વાગ્યા સુધી ગરબા ઘૂમવાની છૂટ આપી છે. હું મા અંબાને પ્રાર્થના કરું છું કે નવરાત્રિના પર્વ દરમિયાન કોઇપણ અઇચ્છનિય બનાવ ન બને, સુખ-શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રિનો પર્વ ઉજવાય.

હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર

મોડે સુધી ગરબાની છૂટ આપ્યાની જાહેરાત હર્ષ સંઘવીએ એક કાર્યક્રમમાં આડકતરી રીતે વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા મોડે સુધી ગરબા રમવાની છૂટ આપતાં કેટલાક લોકોના પેટમાં દુખવો થવા લાગ્યો છે. ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહી રમે તો શું પાકિસ્તાનમાં જઇને રમશે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article