Ghaziabad maid urinates successful  the utensil and makes roti done  it Screen grab: News24

ગાઝિયાબાદઃ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પેશાબથી લોટ બાંધનારી મેડને પોલીસે ધરપકડ કરી છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે આવું કેમ કરતી હતી, જેના જવાબમાં તેણે કહ્યું, માલિક સતત મારી પર નજર રાખતા હતા અને નાની-નાની વાતો પર સંભળાવતા હતા. આ વાતોથી મને ખોટું લાગતું હતું. જેથી મેં અનેક વખત પાણીમાં પેશાબ નાંખીને તેનાથી લોટ બાંધ્યો અને તેની રોટલી સમગ્ર પરિવારને ખવરાવી.

The Maid was moving with the household since past 8 years. Almost full household was suffering from liver disease. Imagine their ordeal and suffering for truthful long. What tin beryllium the crushed down this? How tin idiosyncratic adjacent deliberation of mixing urine successful the food?#WorldFoodDay pic.twitter.com/WOGui6EZrc

— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) October 16, 2024

ગાઝિયાબાદના ક્રોસિંગ રિપબ્લિક વિસ્તારના એક સોસાયટીમાં રહેતા રિયલ એસ્ટેટ કારોબારી અને તેનો પરિવાર થોડા મહિનાથી ગંભીર રીતે બીમાર થઈ ગયો હતો. પરિવારના લોકો પેટ અને લીવરની બીમારીથી પીડાતા હતા. શરૂઆતમાં પરિવારના લોકોએ તેને સામાન્ય ઈંફેક્શન સમજીને તબીબી સારવાર લીધી પરંતુ સ્થિતિમાં કોઈ સુધારો ન થયો. જ્યારે તેમની તબિયત વધારે ખરાબ થવા લાગી ત્યારે તેમને જમાવામાં ગરબડ હોવાની શંકા ગઈ.

#WATCH | ACP Lipi Nagayach of Wave City successful Ghaziabad says, "On 14th October, a written ailment was lodged astatine Crossings Republic PS by a complainant that a home assistance astatine her flat, Reena mixed urine to marque flour dough. A lawsuit nether applicable sections was registered astatine the PS.… pic.twitter.com/VwUZTxM3MP

— ANI (@ANI) October 16, 2024
Ghaziabad maid urinates successful  the utensil and makes roti done  itANI

રસોડામાં મોબાઈલથી રેકોર્ડિંગ કરતાં જ ઉડી ગયા હોશ
પીડિત પરિવારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, તેમના ફ્લેટમાં મેડનું કામ કરતી રીના નામની મહિલા પર તેમને ઘણા દિવસોથી શંકા હતી. જેના કારણે રસોડામાં મોબાઇલ ફોન રાખીને રેકોર્ડિંગ કર્યુ તો મેડ દ્વારા લોટ બાંધતી વખતે પેશાબ મિક્સ કરીને તેનાથી રોટલી બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. આ મેડ તેમને ત્યાં 8 વર્ષથી કામ કરતી હતી. લાંબા સમયથી મેડ દ્વારા આવી હરકત કરવામાં આવતી હતી. પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, થોડા મહિનાથી પરિવારના લોકોને લીવરની બીમારી થઈ હતી. શરૂઆતમાં ઈન્ફેક્શન સમજીને ડૉક્ટરને બતાવ્યું, તેમ છતાં કોઈ રાહત ન મળી.પોલીસે આરોપી રીનાની શાંતિનગર વિસ્તારના જીએચ-7 સોસાયટીમાંથી ધરપકડ કરી હતી.