અમદાવાદ: ગુજરાતની નગરપાલિકામાં સતત વધી રહેલી વીજ ખર્ચને ઘટાડવા સરકારે ગ્રીન-ક્લીન એનર્જી ઉત્પાદન માટે નગરપાલિકાઓને સોલાર-પ્લાન્ટ(Solar Plant)સ્થાપવાની મંજૂરી આપી છે. જેના થકી નગરપાલિકાઓ રિન્યુએબલ એનર્જીના વધુને વધુ ઉપયોગ માટે પ્રોત્સાહિત થશે.
જેમાં હવે સરકારે વધુ 32 નગરપાલિકાઓને 60 સ્થળોએ સોલાર પાવર પ્લાન્ટ્સ સ્થાપવા રૂપિયા 45.37 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 63 નગરપાલિકાઓને 136 સ્થળો પર સોલાર પ્લાન્ટ્સ સ્થાપવા રૂપિયા 114.34 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
આપણ વાંચો: સરકારની સેવાનું સરવૈયું – ગુજરાતની મહાપાલિકા સાથે 157 નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ
રાજ્યની 55 નગરપાલિકાઓએ 97 સ્થળો પર આવી કામગીરી પૂર્ણ
રાજય સરકારે નગરપાલિકાઓ પોતાના એસ.ટી.પી., ડબ્લ્યુ.ટી.પી., પંપિગ સ્ટેશન્સ, વોટર વર્ક્સ અને નગરપાલિકાના બાંધકામોમાં સોલાર પ્લાન્ટ સ્થાપીને સોલાર વીજઉત્પાદનથી આત્મનિર્ભરતા મેળવી શકે તે હેતુથી આ રકમ ફાળવવામાં આવી છે.
તેમજ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાતની અગ્રેસરતાને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સુધી વિસ્તારવાનો પર્યાવરણ લક્ષી અભિગમ અપનાવવામાં આવ્યો છે. રાજ્યની 63 નગરપાલિકાઓને 136 સ્થળોએ સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવા રૂપિયા 114.34 કરોડ મંજૂર કર્યા છે. જેમાં રાજ્યની 55 નગરપાલિકાઓએ 97 સ્થળો પર આવી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
આપણ વાંચો: ગુજરાતની આ બે નગરપાલિકા હવે ‘મહાનગરપાલિકા’ બનશે, નાણાં પ્રધાનની જાહેરાત
વીજબિલોમાં અંદાજે 50 ટકા સુધીની બચતનો અંદાજ
ગુજરાત સરકારે રાજ્યની વધુ 32 નગરપાલિકાઓને 60 સ્થળો પર કુલ 6.7 મેગાવોટના સોલાર પ્લાન્ટ સ્થાપવા રૂપિયા 45.37 કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બિનપરંપરાગત ઊર્જાનો ઉપયોગ થવાથી ભવિષ્યમાં તેમના વીજબિલોમાં અંદાજે 50 ટકા સુધીની બચત થઈ શકશે એવો અંદાજ છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને