gujarat ikhedut portal, husbandman  registration, agriculture schemes

અમદાવાદઃ દેશના સમૃધ્ધ રાજ્યોમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે, જો કે સિક્કાની બીજી બાજુ એ છે કે, રાજ્યના ખેડૂતો ઉપર દેવાનું જંગી ભારણ છે. ભાજપ સરકાર છેલ્લા ઘણા વર્ષોછી ખેતીનો વૃદ્ધિ દર બે આંકડામાં હોવાનો અને ખેડૂતોની સ્થિતિ ઉત્તમ હોવાનો દાવો કરે છે તેમ છતાં રાજ્યના ખેડૂતો વ્યાજના વારસ કેવી રીતે બન્યા તે મોટો સવાલ છે.

આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે one Khedut પોર્ટલ, 60 લાખથી વધુ ધરતીપુત્રોએ લીધો લાભ…

ગુજરાતના ખેડૂતો ઉપર 1.44 લાખ કરોડનું દેવુ

ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી, ક્ષેત્રીય ગ્રામીણ બેન્ક અને કોમર્શિયલ બેન્ક સહિતનું કુલ 1.44 લાખ કરોડ જેટલું દેવુ છે. ત્રણે પ્રકારની બેન્કમાં કુલ 55.77 લાખ જેટલા ખાતામાં ખેડૂતોને આ ધિરાણ અપાયેલું છે. અનેક રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાત કરતા દેવાનું ભારણ ઓછુ હોવાનું આંકડા દર્શાવી રહ્યા છે.

નાણા મંત્રાલયે સંસદમાં આપ્યો જવાબ

રાજ્યમાં વર્ષોથી સિંચાઇ યોજનાઓ હેઠળ ખેડૂતોને પૂરતું પાણી, જરૂરિયાત મુજબ વીજળી અને કૃષિ પેદાશોને ટેકાના ભાવે ખરીદવામાં આવી રહી હોવાના સરકારના દાવા છતાં ખેડૂતોને ભારે દેવું કરવાની ફરજ પડી રહી છે. લોકસભામાં 3 ફેબ્રુઆરીએ નાણા મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યમાં ખેડૂતો પરના દેવાની માહિતી આપવામાં આવી હતી.

અન્ય રાજ્યની સરખામણીમાં દેવાનું પ્રમાણ મોટુ

જેમાં ગુજરાતમાં કોમર્શિયલ બેન્કોમાં 38.40 લાખ ખાતાના ખેડૂતો પર 1,11,459 કરોડ, સહકારી બેન્કોમાં 12.09 લાખ ખાતાના ખેડૂતો પર 22,546 કરોડ અને 5.28 લાખ ખાતાના ખેડૂતો પર 10,609 કરોડ રૂપિયાનું દેવુ બાકી છે. કુલ મળીને 55.77 લાખ ખાતાનું 1,44,614 કરોડ રૂપિયા થવા જાય છે. રાજ્યના ખેડૂતો એકંદરે સમૃદ્ધ ગણાતા હોવા છતાં અન્ય રાજ્યની સરખામણીમાં દેવાના આંકડાનું પ્રમાણ ખૂબ મોટુ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને